સુમિત વણઝારા
આઝાદી નો અમૃત મહોત્સવ : હર ઘર તિરંગા અભિયાન – દાહોદ
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની હર ઘર તિરંગા અભિયાનમાં સામાન્ય માણસોને જોડાવા અપીલ
દાહોદ નગરમાં આવતીકાલે યોજાનારી તિરંગા બાઈક રેલીમાં સહભાગી થવા જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આવતીકાલે દાહોદ નગરમાં યોજાનારી તિરંગા બાઈક રેલીમાં જોડાવા લોકોને અપીલ કરી છે. તેમજ આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનમાં પણ સહભાગી થવા તેમણે જણાવ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, દેશમાં આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થયે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આઝાદી માટે શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાજંલી આપવાના અવસર તરીકે આ દિવસોને લઈએ અને તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન ઘરે તિરંગો લહેરાવીએ.
