વીશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત દાહોદનાં રળિયાતી ખાતે કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

વીશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત દાહોદનાં રળિયાતી ખાતે કાર્યક્રમ યોજાયો

 

દાહોદ, તા. ૪ :

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દાહોદનાં રળિયાતી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્સિગનો અભ્યાસ કરતી છાત્રાઓ સહભાગી થઇ હતી. ડીડીઓશ્રીએ કાર્યક્રમમાં સ્તનપાનના મહત્વ વિશે વાત કરી હતી અને દરેક માતાએ બાળકના યોગ્ય વિકાસ માટે અવશ્ય સ્તનપાન કરાવવું જોઇએ તેમ જણાવ્યું હતું. દાહોદના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને એસઆર કડકીયા સ્કુલ ઓફ નર્સિગ અને એસડીડી કોલેજ ઓફ નર્સિગના સહયોગથી અર્બન હોસ્પીટલ દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

૦૦૦

Share This Article