Friday, 18/10/2024
Dark Mode

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

July 18, 2022
        1162
પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

 રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

રાત્રિના સવા બાર વાગ્યાના સુમારે જોરદાર ધમાકા ની સાથે માલગાડીના ડબ્બા એકના ઉપર એક ચઢયા: દિલ્હી મુંબઈ બંને તરફનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે બંધ..

 અકસ્માતના પગલે બે થી ત્રણ કિલોમીટર સુધીના રેલવેના સ્લીપર તેમજ કેટલીક જગ્યાએ કપલિંગ ક્ષતિગ્રસ્ત થયા..

અકસ્માતના પગલે એક કિલોમીટર સુધીનો 25000 મેગાવોટનો ઓવરહેડ વાયર તૂટી પડ્યો: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં..

માલ ગાડી ડીરેલ થતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રતલામ મંડળના ડી.આર.એમ,તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત 500 રેલકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી દિલ્હી મુંબઈ તરફનો બંધ થયેલ માર્ગ પૂર્વવત કરવામાં રેલવે તંત્ર જોતરાયું..

ઘટનાસ્થળે મહાકાય ક્રેનો, બુલડોઝર આપાતકાલીન રેલ ગાડી, રાહત અને બચાવ કામગીરીનો સર સરજામ સહિતની સામગ્રી તાબડતોડ ઉપલબ્ધ કરાવાઈ..

ઘટનાના પગલે દૂર દૂર સુધી માલગાડીના તૂટેલા પૂરજા જોવા મળ્યા: માલગાડી ઓવર સ્પીડમાં જતી હોવાની આશંકા..

રેલવે તંત્ર દ્વારા અકસ્માતના બનાવના પગલે કોઇ સ્પષ્ટીકરણ નહીં: માલગાડીમાં પાછળના ભાગે સ્પાર્કિંગ થતાં બાદ ઘટના સર્જાઈ હોવાનું જણાવતા મંગલ મહુડીના સ્ટેશન માસ્ટર

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

દાહોદ તા. ૧૮

પશ્ચિમ રેલ્વે રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના લીમખેડા સેક્શનમાં ગતરોજ રાત્રીના સવા બાર વાગ્યાના સુમારે મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રતલામથી મુંબઈ તરફ પુરઝડપે જતી મારગાડીના ૧૬ ડબ્બા ખડી પડતાં દાહોદ, વડોદરા તેમજ રતલામ સુધીના હુટરો ગુંજી ઉઠતાં રેલ્વે તંત્રના અધિકારીઓ સહિત કર્મચારીઓ પણ એકક્ષણે ચોકી ઉઠ્યાં હતાં. મંગળ મહુડી ખાતે થયેલ આ રેલ દુર્ઘટનામાં માલગાડીના ૧૬ ડબ્બા એકની ઉપર ચઢી જતાં દિલ્હી – મુંબઈ તરફનો રેલ વ્યવહાર સંપુર્ણપણ બંધ થઈ જવા પામ્યો હતો. આ રેલ દુર્ઘટનાનો એટલી ભયંકર હતો કે તેનો

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

ચિતાર આની પરથી લાગી શકાય છે કે, ખડી પડેલા રેલના ડબ્બાઓમાં માલગાડીના ૮ ડબ્બા અપ લાઈન પર, ૮ ડાઉન લાઈન પર તેમજ ૦૬ ડબ્બા ઓફ લાઈન પર પડ્યાં હતાં સાથે સાથે માલગાડીના પુરજે પુરજા દોઢથી બે કીલોમીટર સુધીમાં પથરાયેલા જાેવા મળ્યાં હતાં તેમજ ત્રણથી ચાર કિલોમીટર સુધીના રેલ્વેના સ્લીપરો તેમજ પાટાઓમાં અમુક અમુક જગ્યાએ ક્ષતીગ્રસ્ત જાેવા મળ્યાં હતાં. આ ઘટના સંબંધી જાણ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને થતાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, રતલામ મંડળના ડી.આર.એમ., દાહોદ મંગલ મહુડી તેમજ આસપાસના સ્ટેશન માસ્તરો, આર.પી.એફ. તેમજ જી.આર.પી.ના ઉચ્ચ અધિકારીઓના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુધ્ધના ધોરણ દિલ્હી – મુંબઈ તરફનો રેલ વ્યવહાર પુનઃ શરૂં કરવાની કામગીરીમાં જાેતરાયાં હતાં. 

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

માલગાડી ડિરેલ થતા ત્રણ કિલો મીટર સુધી રેલવેના સ્લીપર તેમજ પાટાઓ ક્ષત્રિગ્રસ્ત: દોઢ કિલોમીટરની રેન્જમાં 25 હજાર મેગાવોટના ઓવરહેડ વાયર તૂટયા

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

મંગળ મહુડી ખાતે થયેલ રેલ દુર્ઘટનામાં સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, ૧૨ વાગ્યા બાદ ધડાકાભેર અવાર સંભળાયો હતો ત્યારે બહાર નીકળ્યાં બાદ જાેતા તે બાબતે અકસ્માત દેખાતા ઘટના સંબંધી જાણકારી આસપાસના રેલ્વેના અધિકાકારીઓને કરી હતી જેમાં મળેલ માહિતી અનુસાર, થાંભલા નંબર ૩૮થી મંગલ મહુડી રેલ્વે સ્ટેશન તેમજ તેનાથી રેલ દુર્ઘટના સર્જાઈ છે તેનાથી ત્રણ – ચાર કિલોમીટરના વિસ્તારમાં ડાઉન રેલ માર્ગ ઉપર આવેલ સ્લીપરો તેમજ કેટલીક

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

જગ્યાએ રેલ પાટાઓ પણ ક્ષતીગ્રસ્ત થયાં છે સાથે સાથે આ ઘટના સ્થળથી થાંભલા નંબર ૩૮ સુધીના મોટાભાગના રેલ્વેના પાટાના કપલીંગ પણ છુટા થયાં અને કેટલાંક તો તુટીને દુર સુધી પડ્યાં હતાં એટલું જ નહીં પરંતુ આશરે ૧ કિલોમીટર કરતાં પણ વધુ ઓવર હેડ ઈલેક્ટ્રીક લાઈન કે જે ૨૫ હજાર વોલ્ટની હોઈ છે તે પણ પોલ સહિત તુટીને ઓમ નમઃ ધબાય થવા પામી હતી. સદ્‌ભાગ્યે મધ્ય રાત્રીનો સમય અને વરસાદી માહૌલ હોઈ રેલ્વે ટ્રેક કે તેની આજુબાજુ કોઈ માનવ કે અન્ય જીવ ન હોઈ કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી જાે કે, દુર્ઘટના બની તેના ધડાકાના અવાજાે કીલોમીટર દુર સુધી સંભળાતા આજુબાજુના કેટલાંક વિસ્તારના લોકો ઘરોની બહાર આવી જવા પામ્યાં હતો તો ઘટનાને પગલે ગણતરીની મીનીટોમાં સ્થાનીક લોકો આવી પહોંચ્યાં હતાં. 

રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સહિત ૫૦૦ રેલ્વે કર્મચારીઓનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જાેતરાયુ: રેલ્વે સેફ્ટીના ડી.જી. મોડે સુધી ન દેખાયા..

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

 રેલ દુર્ઘટનાના પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યાં હતાં ત્યારે રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ મળી કુલ ૫૦૦ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં જેમાં વેસ્ટર્ન રેલ્વેના ઈન્ચાર્જ જનરલ મેનેજર પ્રતાપ બુટાની, રતલામ મંડળના ડી.આર.એમ. વિનીત ગુપ્તા, રેલ્વે તંત્રના સીંગલ ડીપાર્ટમેન્ટ, ઈલેક્ટ્રીક ડીપાર્ટમેન્ટ, સેફ્ટી ડીપાર્ટમેન્ટ, જી.આર.પી.,

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

આર.પી.એફ., સ્ટેશન માસ્તરો તેમજ ટ્રેકમેનો ૫૦૦ કરતાં પણ વધારે રેલ કર્મચારીઓ ઘટના સ્થળે યુધ્ધ સ્તરે કામગીરીમાં જાેતરાયાં હતાં તો ઘટના સ્થળે લવાયેલી મોટી બે ક્રેઈન, સ્પેશીયલ ઈમરજન્સી વાન અને બોગી વિગેરે સહિત સાધાન સામાગ્રી લાવતી વાન ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવી હતી. એક સમયે સરસામાન ભરીને આવેલી વેનને પણ ઘટના સ્થળ સુધી લાવવાની ભારે મુશ્કેલી પડી હતી તો રેલ્વેની નીરક્ષણ ટીમે ટ્રેક ઉપર, સ્લીપર ઉપર અને અન્ય ઝીણી ઝીણી ક્લીપ અને પીન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી અને નુકસાનીનો અંદાજ મેળવવાની અંદાજે શરૂં કર્યાં હતો તો જેમાં સંખ્યાબધ્ધ જગ્યાઓમાં ટ્રેક તુટેલા નજરે પડ્યાં હતાં.

અકસ્માત સર્જનારી માલગાડી ઓવર સ્પીડમાં જતી હોવાનું જણાવતા રેલવેના તજજ્ઞ: ઘટનાના કલાકો બાદ પણ રેલવે દ્વારા અકસ્માત અંગે કોઈ સ્પષ્ટતા નહીં..

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

મંગલ મહુડીમાં જે માલગાડી અકસ્માતનો ભોગ બની છે તે માલ ગાડી પાટાની કેપેસીટી કરતાં વધારે સ્પીડથી દોડી રહી હોવાનું અંતર્ગત વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે જાે કે, આ બાબતની ખુલાસા રેલ્વે સેફ્ટીના ડિવીઝનલ મેનેજર અને તેની ટીમ સંપુર્ણ નીરીક્ષણ કરે પછી જ બહાર આવી શકે તેમ છે પરંતુ આજુબાજુ રહેતાં અને રેલ્વે ખાતામાંજ પોતાની જીંદગી કાઢી દેનારા અનુભવીઓનું કહેવુ છે કે, રાજધાનીની સ્પીડ કરતાં પણ આ ટ્રેન વધુ ઝડપી પાસ થઈ રહી હતી અને જેથી આટલો ગંભીર અકસ્માત સર્જાયો છે જાે કે, અકસ્માતનું સાચુ કારણ હજી જાણી શકાયુ નથી. રેલ્વે સત્તાવાર રીતે જણાવ્યું નથી પરંતુ અકસ્માતની ગંભીરતા જાેતા આનું સાચુ કારણ બહાર લાવવનું જ રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વે સેફ્ટીના ડી.જી. અને તેની ટીમ દુર્ઘટના કલાકો થયાં છતાંય સ્થળ ઉપર પહોંચી નથી ત્યારે અકસ્માત અંગે ઉપસ્થિત અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. એવું

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

કહેવાઈ છે કે, જ્યારે રેલ્વેનો કોઈ આવો અકસ્માત થાય ત્યારે રેલ્વે સેફ્ટીના ડી.જી. અને તેની ટીમ ઘટના સ્થળે નીરીક્ષણ કરી તેનો રિપોર્ટ સોંપી ત્યાર બાદજ ઘટનાનું સાચુ કારણ જે તે ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે આ બનાવ અંગે પણ વહેમાં વહેલી તકે અકસ્માત સર્જાવવાનું કારણ જાહેર કરાય તેવી લાગણી અને માંગણી છે.

 માલગાડીના અકસ્માતના કારણે ટ્રેનોના રૂટ ડાયવર્ટ થતા મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રસંગમાં મથુરા જતા 300 યાત્રાળુઓની ટિકિટો રદ થતા અટવાયા

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

રતલામ ડીવીઝનના લીમખેડા નજીક મંગલ મહુડી ખાતે બનેલા અકસ્માતના બનાવથી 38 જેટલી ટ્રેનો બંધ થવા પામી છે તો 54  ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યાં છે તેવા સમયે મધ્યપ્રદેશના રાણાપુર ખાતેના રહેવાસી એડવોકેટ જગદીશચંન્દ્ર હરસોલાના પરિવારના આશરે ૩૦૦ ઉપરાંતના લોકો જાત્રાએ જવાના હતાં તે અટવાઈ જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરપ્રદેશના મથુરા ખાતે મસમોટા મનોરથો યોજી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરનારા આ હરસોલા પરિવારે તેઓના સગાસંબંધીઓ કે જેઓ રાણાપુર, દાહોદ, અલીરાજપુર, ખેતીયા વિગેરે જેવા વિસ્તારના લોકોને નિમંત્રયા હતા. દાહોદથી ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ૧૦૯૧૭ની ટ્રેનમાં મથુરા ખાતે પહોંચીને ત્યાં ઉત્સવ મનોરથો કરવાના હતાં પરંતુ આ બનાવે તેઓની ૩૦૦ ઉપરાંતની ટીકીટો રદ્દ થવા પામી છે એટલું જ નહી મથુરા ખાતે તેઓએ હોટલો, ધર્મશાળાઓ સહિતના બુકીંગ કરેલા હતાં તે પણ હવે રદ્દ કરવા પડે તેવી સ્થિત સર્જાઈ છે જાે કે, પરિવાર પાસે તાત્કાલિક ધોરણ મથુરા કંઈ રીતે પહોંચવું તેના કોઈ વિકલ્પ ન હોઈ ભારે નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. 

 ટ્રેનો ડાઈવર થતાં દાહોદ રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા: કલાકો વીત્યા છતાં કોઈ પ્રત્યુતર ન મળતા મુસાફરો રઝળ્યા

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

દાહોદ રેલ્વે સ્ટેશન ટીકીટ બારી ઉપર આવતાં અનેક મુસાફરોને બનાવના ૧૨ થી ૧૫ કલાક વિત્યા હોવા છતાં સંતોષકારક જવાબ ન મળતાં લાંબી મુસાફરી કરનાર મુસાફરોમાં આક્રોશ સાથેનો અસમંજસતા ઉભી થવા પામી છે. એટલું જ નહીં ટીકીટ કેન્સલેશન કે ટ્રેન રદ્દ બાબતે યોગ્ય જવાબ ન મળતાં પણ ભારે વિસામણમાં મુકાવા પામ્યાં છે. આમ તો રેલ્વે ૧૨ થી ૧૫ કલાકમાં ટ્રેક ચાલુ

પશ્ચિમ રેલવે રતલામ મંડળના મંગલમહુડી નજીક પૂરપાટ જતી માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા:અકસ્માતના પગલે 38 ટ્રેનો રદ્દ,54 ટ્રેનો ડાયવર્ટ કરાઈ..

કરવાની હૈયા ધરપત આપી હતી પરંતુ ઘટના સ્થળે સર્જાયેલ સ્થિતી અને વરસાદી વિધ્ન વચ્ચે આ કામગીરી ૨૪ થી ૩૬ કલાક સુધી ચાલશે તેવુ લાગી રહ્યું છે ત્યારે આજે ડાઈવર્ટ કરેલી 54 અને38 રદ્દ કરેલી ટ્રેનો ક્યારથી રાબેતા મુબજ શરૂં થશે હાલના સમયે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!