Monday, 07/07/2025
Dark Mode

નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વિરોધપક્ષની રજૂઆતોને દરકિનાર કરી શાશક પક્ષે ગણતરીની મિનિટોમાં વિવિધ 5 મુદ્દાઓ સર્વાનુમતે પસાર કરાયાં

નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વિરોધપક્ષની રજૂઆતોને દરકિનાર કરી શાશક પક્ષે ગણતરીની મિનિટોમાં  વિવિધ 5 મુદ્દાઓ સર્વાનુમતે પસાર કરાયાં

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૩૦

આજરોજ  દાહોદ નગરપાલિકાના સભાખંડમાં  ત્રિમાસીક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સામાન્ય સભામાં   જનહિતને ધ્યાને રાખીને ચર્ચા વિચારણા કરવાની વિરોધ પક્ષના સુધરાઈ સભ્યની રજૂઆતોને દરકિનાર કરી ત્રિમાસિક સભામાં લેવાયેલા મુદ્દાઓ પર ચર્ચા કર્યા વગર ગણતરીની મીનીટમાં 5 વિવિધ એજેન્ડાઓને  સર્વાનુમતે પસાર કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ વિરોધ પક્ષના નેતા દ્વારા શહેરમાં કોઈપણ જાતના પ્લાનિંગ વગર તેમજ સંલગ્ન વિભાગોના સંકલનના આભાવે આડેધડ ખોદકામના લીધે  ધુળની ડમરીઓ અને ખાડાઓના લીધે  ટ્રાફિકજામની સમસ્યા સામે વિરોધ નોંધાવ્યો હતો.

દાહોદ નગરપાલિકા સભાખંડ ખાતે બપોરના ૧૨.૦૦ કલાકે દાહોદ નગરપાલિકાની ત્રિમાસીક સામાન્ય સભા મળી હતી. પ્રથમ તો આ સામાન્ય સભા માં રાષ્ટ્રગીત બાદ આજે મહાત્મા ગાંધીજીની ૭૨મી પુણ્યતિથિને સંદર્ભે ૨ મીનીટનો મૌન પાળ્યા બાદ સામાન્ય સભાનો આરંભ કરવામાં આવ્યો હતો.જેમાં  એજન્ડાના મુદ્દાઓ જેવા કે,  ગત મળેલ તા.૧૩.૧૧.૨૦૧૯ના રોજ ખાસ સામાન્ય સભામાં થયેલ ઠરાવોને બહાલી આપવા, દાહોદ નગરપાલિકા વિસ્તારને જાહેરમાં થતી શૌચક્રિયા મુક્ત જાહેરકરવા બાબતેતા.૨૪.૧૨.૨૦૧૯વારોજ કરેલ સરક્યુલર ઠરાવને બહાલી આપવા બાબતે, ૧૪માં નાણાંપંચ તેમજ યુડીપી ૧૮ – ૧૯માં દાહોદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સી.સી.રોડ તથા સ્ટ્રોમ વોટર બોક્સ ટ્રેઈન બનાવવાની કામગીરીના કોન્ટ્રાક્ટરોના ઓનલાઈન મંજુર થયેલ ટેન્ડરને બહાલી બાબતનું કામ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બનાવેલ દુકાનો, ગોડાઉનો કે અન્ય મિલ્કતોના મિલ્કત વેરામાંથી સને ૨૦૨૦ – ૨૦૨૧થી સામાન્ય પાણી વેરો તથા દિવાબત્તી વેરો રદ કરવા પ્રમુખ દ્વારા મંજુરીને બહાલી આપવાનું કામ, નગરપાલિકાના  તા.૦૧.૧૦.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધીના આવક અને ખર્ચના ત્રિમાસિક હિસાબ મંજુર કરવા બાબતનું કામને માત્ર સર્વાનુમતે ૫ મીનીટના સમયગાળામાં મંજુર કરી સભા સમેટાઈ હતી. આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા નજમુદ્દીન ગાંગરડીવાલા દ્વારા હાલ  દાહોદ શહેરમાં વિવિધ નિર્માણાધીન વિવિધ કામો અંતર્ગત આડેધડ ખોદકામ ના લીધે નગરમાં ધૂળની ડમરીઓ તેમજ ખાડાઓના લીધે દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે સામાન્ય માણસને ભારે હાલાકી ભોગવી રહ્યો છે  તેમ જણાવી વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ જણાવ્યુ હતુ કે, હાલ શહેરમાં ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ, ગેસ પાઈપ લાઈનનું કામકાજ ચાલે છે જેથી આ સમસ્યાએ નિર્માણ લીધુ છે.જે થોડા સમયમાં વધુ સુવ્યવસ્થિત  થઈ જશે જેની બાહેધરી આપી નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  વિરોધ પક્ષ દ્વારા દર વખતે માત્ર ને માત્ર સામાન્ય સભાની બોર્ડની મીટીંગમાં જ તમામ બાબતોનો વિરોધ કરતી આવી છે પરંતુ આજદિન સુધી આ વિરોધને ઉચ્ચસ્તરીય રજુઆતો અને બીજી કોઈ રીતે વિરોધ ન નોંધાવતા સામાન્ય સભાની મીટીંગ બાદ બંન્ને પક્ષો “આવ ભાઈ હરખા, આપણે બૈઉં સરખા” ની નીતિના કારણે  દાહોદ નગર સમસ્યાઓથી ઘેરાયલુ છે જેવી અનેક ચર્ચાઓએ હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

error: Content is protected !!