દે.બારિયા તાલુકાના પંચેલામાં 26 વર્ષિય પરિણીતાએ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું…
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે એક ૨૬ વર્ષીય પરણિતાએ અગમ્યકારણોસર ગામમાં આવેલ કુવામાં ઝંપલાવતાં પરણિતાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૭મી જુલાઈના રોજ પંચેલા ગામે રહેતાં ૨૬ વર્ષીય પરણિતા પીનલબેન રાજેન્દ્ર ઉર્ફે પીન્કેશભાઈ ભરવાડે અગમ્યકારણોસર ગામમાં આવેલ એક કુવામાં ઝંપલાવતાં પીનલબેનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક પીનલબેનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.
આ સંબંધે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે લાડપુર ફળિયામાં રહેતાં ભરતભાઈ હિરાભાઈ ભરવાડે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-
