Thursday, 21/11/2024
Dark Mode

CAA ના વિરોધમાં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા અપાયેલા ભારત બંધમાં દાહોદનું લઘુમતી સમાજ પણ જોડાશે:પોતાના ધંધા રોજગાર બંધ રાખી કામકાજ થી અળગા રહેશે

CAA ના વિરોધમાં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા અપાયેલા ભારત બંધમાં દાહોદનું લઘુમતી સમાજ પણ જોડાશે:પોતાના ધંધા રોજગાર બંધ રાખી કામકાજ થી અળગા રહેશે

જીગ્નેશ બારીઆ @ દાહોદ

કેન્દ્ર સરકાર દ્વારા બહારથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપતું  CAA તેમજ NRC બિલ પાછલા સંસદીય સત્રમાં બહુમતીથી પસાર કર્યો હતો તે બાદ રાષ્ટ્રપતિની સહિ થતા કાયદો બની ગયો હતો. ત્યારે આ બીલમાં લઘુમતી સમાજને બાકાત રાખતા સમગ્ર દેશમાં વિરોધ વંટોળ ઉભો થયો હતો. આ બિલને લાગુ ના કરવા કેટલાક રાજ્યોની સરકારો ઠરાવ પસાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ બિલ સંદર્ભે ફેલાવવામાં આવી રહેલા જૂઠાણા ના વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં ફેલાયેલી ગેરસમજ દુર કરવા બિલના સમર્થનમાં રેલીઓ, સહી ઝુબેશ,જેવા વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે બહુજન ક્રાંતિ મોરચાની બૈઠકમાં આ બિલ ના વિરોધમાં આજરોજ ભારતબંધનો એલાન આપ્યો છે.ત્યારે આ બંધને લઘુમતી સમાજે સમર્થન આપી આજે પોતાના ધંધા રોજગાર બંધ કરી કામકાજથી અળગા રહેવાના છે.ત્યારે બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલિસતંત્ર દ્વારા પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળેલ છે.

એન.આર.સી.બીલના વિરોધમાં તા.29.1.’20 ને બુધવારના રોજ અપાયેલ દેશવ્યાપી બંધમાં દાહોદ સ્થિત મુસ્લિમ સમાજવાસીઓ પણ જોડાનાર છે. નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન અર્થાત્ NRC ને લઈને દેશભરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તેના વિરોધમાં વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધને સમર્થન આપવા માટે દાહોદના મુખ્ય બજારો, અનાજ માર્કેટ, કે શાકભાજી કે પાનથી લઇ રીક્ષા અને જે તે વ્યવસાય સાથે જોડાયેલા તમામ મુસ્લિમો આ બંધને સમર્થન આપે તે માટે મંગળવારે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો. શહેરની વિવિધ શાળાઓમાં બાળકોને રીક્ષામાં લઇ જતા લોકો સુધ્ધાં આ બંધમાં ચુસ્તપણે જોડાશે. જેને લઈને બુધવારે જે તે વાલીઓને પોતાના બાળકોને જાતે શાળાએ મુકવા-લેવા જવું પડશે તેવી પણ માહિતી મળી છે.

error: Content is protected !!