ફતેપુરા નગરમાં આવેલી જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ જિલ્લા કલા મહાકુંભમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગરબામા તૃતીય સ્થાન પ્રાપ્ત કરતા તાલુકા અને શાળાના શાળાનું નામ રોશન કરેલ છે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ દાહોદ નગરના પંડિત દિન દયાલ હોલ ખાતે શરૂ થયો હતો જેમાં કલા મહાકુંભ તાલુકા કક્ષાએ વિજેતા થઇને આવેલા સ્પર્ધકો વચ્ચે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ દિવસે ૫૦૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો કલા મહાકુંભ માં દાહોદ જિલ્લામાં આ વર્ષે 12359 સ્પર્ધકો એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક પ્રવૃતિ ગરબામાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થી અને શિક્ષક આલમમાં આનંદ છવાઈ ગયો હતો આચાર્ય શુભેચ્છા પાઠવી હતી.