લીમખેડા તાલુકાના દાભડા નજીક હાઈવે પર ટેન્કર તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત: ટેન્કર ચાલક સહિત ૮ થી ૧૦ મુસાફરો ઇજાગ્રસ્ત….

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા 

લીમખેડા તાલુકાના દાભડા નજીક હાઈવે પર ટેન્કર તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત: ટેન્કર ચાલક સહિત ૮ થી ૧૦ મુસાફરો ઇજાગ્રસ્ત….

 વહેલી સવારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર  ટેન્કર ચાલકે ST બસને અડફેટે લેતા સર્જાયો અકસ્માત 

 માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરો તેમજ ટેન્કરચાલક ને સારવાર અર્થે ખસેડાયા…

લીમખેડા તા.01 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે હાઇવે પર વહેલી સવારે ટેન્કર તેમજ એસટી બસ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો.. જેમાં ટેન્કરના ચાલક તેમજ બસમાં મુસાફરી કરી રહેલા 7 થી 10 મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું છે. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી…

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા નજીક દાભડા ગામે આજરોજ સવારના સાત વાગ્યાના સુમારે Gj-18-Z-1617 નંબરની એસટી બસ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહી હતી. તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા MH-08-GA-8352 નંબરના ટેન્કર ચાલકે એસટી બસને જોરભેર ટક્કર મારતા એસટી બસમાં મુસાફરી કરી રહેલ ૭થી ૧૦ મુસાફરો

 

તેમજ ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેઓને તાબડતોડ 108 મારફતે સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એસ.ટી.બસ તેમજ ટેન્કર ક્ષતિગ્રસ્ત બનવા પામ્યા હતા જોકે આ બનાવમાં સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી હતી.

Share This Article