રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન “રોશન સફર વકફ ટ્રસ્ટ “દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોને ખાદ સામગ્રી વસ્તુ વિતરણ કરાઈ..
પવિત્ર રમઝાન માસ દરમિયાન દાહોદની રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોને ખાદ સામગ્રી વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું હતું

દાહોદ તા.11
દાહોદ ની રોશન સફર વકફ ટ્રસ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વહારે આવી છે જેમાં આજરોજ રમઝાન માસ માં રોજેદાર અને જરૂરત મંદ લોકો તેમજ પરીવરો ને રાશન કીટ ખાદ સામગ્રી વિતરણ કરવામાં આવી.આ રાશન કીટમાં ચોખા.લોટ.તુવર દાળ.તેલ.ચા.ખાંડ.સેવ પેકેટ.વગેરે ખાદ સામગ્રીનો સમાવેસ કરવામાં આવ્યું છે જેમાં 250 થી વધુ જરૂરિયાત પરિવારોએ લાભ લીધો છે.રોશન સફર વકફ ટ્રસ દર વર્ષે રાશન કિટ વિતરણ .સ્કૂલના યુનિફોર્મ.બાળકો માટે બુક વિતરણ.સ્કૂલ બેગ.મેડિકલ સહાય.સ્કૂલ ફી.સહાય. સમુખ લગ્ન. વૃધા સહાય. નાં કર્યક્રમો રાબેતા મુજબ કરવામાં આવતા હોય છે જેમાં મોટી સંખ્યામાં દાહોદ નગર ના લોકો લાભ લેતા હોય છે.

દાહોદની રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા દરેક સમાજના બાળકો તથા બેહનો માટે કોમ્પ્યુટર ક્લાસિસ. ટ્યુશન ક્લાસિસ તથા સીવણ ક્લાસિસ.પાર્લર .અને મેહદી .ક્લાસ માટે નીસુલક વર્ગો ચલાવવામાં આવતા હોય છે.જેમાં ટ્રસના પ્રમુખ હાજી એજાજ ખાન ના જણાવ્યા અનુસાર સિક્ષણ દ્વારાજ સમાજ નુ સ્તર ઊંચું આવશે કુદરતે આપેલું અનમોલ જીવન લોકહિત ના કાર્યો માટે ઉપયોગી થાય એ માટે દાહોદ ની રોષન સફર વકફ ટ્રસ્ટ હર હમેશ આગડ હોય છે અને સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એમના હિત માં કર્યો કરતી હોય છે કાર્યક્રમને સફળ બનાવવામાં આશિફ પઠાણ, ફરમાન ખાન પઠાન, મુમતાજ બેન, ફરજાનાબેન મિર્ઝા, સમિમ બેન ઉપસ્થિત રહ્યા હતા.
