સીંગવડ ગામમાં ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી   

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

 

સીંગવડ ગામમાં ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી   

 

સીંગવડ તા.05

 

સીંગવડ માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણ( શિવ) અને ગૌર (પાર્વતી)ના આ પર્વ પર કુવારી છોકરીઓ સારો વર મળે તેના માટે વ્રત કરે છે જ્યારે સુહાગન મહિલાઓ ચેત્ર સુદ બીજના રોજ ગણગોર પૂજા તથા ઉપવાસ કરીને પોતાના પતિની લાંબી ઉંમર માટે પૂજા કરે છે. હોળીના ત્રીજા દિવસથી ગણગોર ના પર્વના 16 દિવસ સુધી આ પર્વ ચાલે છે એવું કહેવાય છે કે માતા ગવરજા (પાર્વતી) હોળીનાં બિજા દિવસે પોતાના પિયરમાં આવે છે તેમને લેવા ૧૬ દિવસ પછી ઈશ્વરજી (શંકર ભગવાન)તેમને લેવા પાછા આવે છે ગણગોર પર્વ પર જુના લોકગીત આ પર્વની આત્મા છે આ પર્વ પર ગવરજા અને ઈશરજીના મોટા બહેન અને જીજાજી ના રૂપમાં એકબીજાના પરિવારજનોના નામ લેવામાં આવે છે. ગણગોર માં મહિલાઓ પોતાના પતિ ની લાંબી ઉંમર અને પરિવારજનોના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે જ્યારે કુવારીકાઓ પોતાને પતિ સારો મળે તેના માટે પ્રાર્થના કરે છે અને દર વર્ષે ગણગોર પોતાના ઘરે આવે તેવી પ્રાર્થના કરે છે જ્યારે સિંગવડ ગામ માં ગણગોર ની પૂજા માહેશ્વરી સમાજના મહિલા તથા કુંવારી કન્યાઓ ભેગી થઈને ગણગોર ની પૂજા કરે છે ચૈત્ર સુદ ત્રીજના દિવસે દરેક માહેશ્વરી સમાજ મહિલા રાધાકૃષ્ણ મંદિરે ભેગા થઈને ત્યાંથી સર્કિટ હાઉસ ખાતેથી ગાજતે વાજતે ભેગા થઈન શોભાયાત્રા કાઢવામાં આવે છે જ્યારે દરેક મહિલાઓ નવા વસ્ત્રોથી સોળ શણગાર સજીને નાસ્તા ઝુમતા ગણગોર માતા ને લઈને આખા ગામમાં માહેશ્વરી સમાજના ઘરોમાં ફરીને પછી મંદિરે લઈ જાય ત્યારબાદ દરેક મહિલાઓએ સાથે ગણગોર નું તળાવ ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ વિસર્જન કરે છે દરેક વર્ષ ગણગોર સુખ-સમૃદ્ધિ લઈ પાછા પધારે તેવી પ્રાર્થના કરે છે

Share This Article