
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ ને માર્ગદર્શન અને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યું
ફતેપુરા દેસાઈ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં રોકાયેલા કર્મચારી માર્ગદર્શન આપવામાં આવ્યો
ફતેપુરા તા.26
ફતેપુરા તાલુકાની મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલ માં બોર્ડની પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ માટે માર્ગદર્શન અને ઓર્ડર વિતરણ કરવામાં આવેલ હતું આગામી સોમવારથી ધોરણ 10 ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય ફતેપુરા તાલુકાના બોર્ડની પરીક્ષામાં રોકાયેલા શિક્ષક કર્મચારીઓ માટે આઈ કે દેસાઈ સ્કૂલ માં આઈ કે દેસાઈ સ્કૂલ આચાર્યશ્રી હેમંતભાઈ પંચાલની આગેવાની હેઠળ શિક્ષકો કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંઅને ઓર્ડર વિતરણકરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા માં રોકાયેલા શિક્ષકોને કર્મચારીઓ હાજર રહ્યા હતા.