ગરબાડા તાલુકાના જાંબુઆમાં બની હૃદય કંપાવનારી ઘટના: ઘરની આગળ ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માથું થ્રેસર મશીનમાં આવ્યુ..!!

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના જાંબુઆમાં બની હૃદય કંપાવનારી ઘટના: ઘરની આગળ ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માથું થ્રેસર મશીનમાં આવ્યો..

ઘઉં કાઢતી વખતે થેસર મશીન માં આવેલી દસ વર્ષની બાળકીનાં સંપૂર્ણ વાળ મશીનમાં આવતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી..

 પરિવારજનો ઇજાગ્રસ્ત બાળકીને તાબડતોડ 108માં ઈમરજન્સી સેવા મારફતે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે દવાખાને લઈને દોડ્યા..

ગરબાડા તા.19

ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ઘરની આગળ થ્રેસર મશીન વડે ઘઉં કાઢવા દરમિયાન હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ૧૦ વર્ષીય બાળકી અચાનક પાછળના ભાગે થેસર મશીન માં આવી જતા બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.

 વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના હવેલી ફળિયાના રહેવાસી જવસિંગ ભાભોર પોતાના ઘરની આગળ થ્રેશર મશીનમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યા હતા.તેં દરમિયાન તેમની 10 વર્ષીય પુત્રી ઝીણીબેન અકસ્માતે પાછળના ભાગે થ્રેસર મશીનમાં આવી જતા તેઓના માથાના સંપૂર્ણ વાળ થ્રેસર મશીન માં આવી નીકળી જતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત ઝીણીબેન ને તાબડતોડ 108 ઈમરજન્સી સેવા મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા હાલ તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનામાં ૧૦ વર્ષીય ઝીણીબેન કેવી રીતે થ્રેસર મશીન માં આવી ગયા હતા.જે નો હાલ કોઈ ખુલાસો થવા પામ્યો નથી. ત્યારે થ્રેસર મશીનમાં આવેલી 10 વર્ષની બાળકી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

Share This Article