શબ્બીરભાઈ સુનેલ વાલા :- ફતેપુરા
ફતેપુરા થી દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો પદયાત્રા થી ગલીયાકોટ જવા રવાના થયા
આશરે 1000થી વધુ ભાઈઓ-બહેનો ગલીયાકોટ રવાના થયા હતા
ફતેપુરા તા.18
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં થી આજરોજ ફતેપુરા થી ગલીયાકોટ જવામાટે દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો પદયાત્રા કરી રવાના થયા હતા હર સાલ ધુળેટીના દિવસે દિવસે દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો ગલીયાકોટ મુકામે આવેલ ફકરૂદ્દીન શહીદ બાબજી મોલા ની દરગાહ પર જીચારત કરવા માટે જાય છે ધુળેટીના દિવસે દાહોદ થી સાંજના સમયે ફતેપુરા આવવા માટે વાહનો દ્વારા આવી પહોંચે છે ફતેપુરા મુકામે નમાઝ પડી ત્યારબાદ મજાલીસ કરવામાં આવે જનાબ તાહેરભાઈ સાબની સદારતમા majlis થયેલ હતી જેમાં ઇમામ હુસેનનો પૂરજોશમાં માતમ કરી સૈયદના સાહેબ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ની ઉંમર દરાજી માટેની દુઆ કરવામાં આવે છે તે બાદ સામુહિક ભોજન જમવામાં આવે છે તે બાદ દાઉદી વોરા ભાઈઓ-બહેનો ગલીયાકોટ જવા માટે રવાના થાય છે સવારના સમયે ગલીયાકોટ પહોંચી બાબજી શહીદ ની જીયારત કરી સૈયદના સાહેબ ની સેહત માટે અને લાંબી ઉંમર માટે દુઆ કરવામાં આવે છે છેલ્લા ૨૪ વર્ષથી પદયાત્રાનો સિલસિલો નિરંતર ચાલી રહેલ છે કોરોના મહામારી લઈને છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ હતો બે વર્ષ પછી પુના પદયાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ શહેરોમાંથી આવેલા દાઉદી વોરા સમાજના ભાઈઓ બહેનો આશરે હજારથી વધુ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પી એસ આઇ સી બી બરંડા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો અને ફતેપુરાના બાબજી ગ્રુપના વોલિયન્ટર ભાઈ ઓ ભારે જહેમત ઊઠાવી હતી
