
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:વડોદરાથી સુપરફાસ્ટ ટ્રેન મારફતે રાજસ્થાન જતી ૭૩ વર્ષીય વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત
દાહોદ તા.11
રતલામ મંડળના દાહોદથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેન માં વડોદરા થી રાજસ્થાન તરફ જતી ૭૩ વર્ષીય મહિલાની તબિયત અચાનક લથડતા તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
વધુ મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ગોત્રી વાસણારોડ નરસિંહ ધામ સોસાયટીની ૭૩ વર્ષીય મંજુલાબેન હસમુખભાઈ ભલાવત નામક મહિલા રાજસ્થાનના માવલી જવા માટે વડોદરાથી 22901 બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસના B3 કોચમાં તેઓના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. ટ્રેન દાહોદ આવે તે પહેલાં જ મંજુલાબેનની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે ગુજરાત પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.