હુમલો:વાંસીયાડુંગરીમાં પૈસા મુદ્દે 1નું માથુ ફોડ્યું, 2 સામે ગુનો

Editor Dahod Live
1 Min Read

સૌરભ ગેલોત :- દાહોદ લાઈવ યૂટ્યુબ એડિટર

હુમલો:વાંસીયાડુંગરીમાં પૈસા મુદ્દે 1નું માથુ ફોડ્યું, 2 સામે ગુનો

ભાઇ સાથે તકરાર કરવાની ના પાડતાં હુમલો

ધાનપુર તાલુકાના વાકોટા ગામનો દિલીપભાઇ અલીયાભાઇ પસાયા તથા ભત્રીજો હેશભાઇ શનુભાઇ ભુરીયા મોટર સાયકલ લઇને ગાંગરડી કામ અર્થે ગયા હતા. અને કામ પુરૂ કરી ગામ વાકોટા આવવા નિકળ્યા હતા. ત્યારે ધાનપુર વાસીયાડુંગરી ગામે દિલીપભાઇનું મકાન હોય ત્યાં ઘરની બહાર બેઠા હતા. આ દરમિયાન દિલીપભાઇનો ભાઇ દિનેશભાઇ ત્યાં આવ્યો હતો. ત્યારે તેમના ગામનો દીતીયાભાઇ જાલુભાઇ પસાયા તથા ભારતસિંહ દલસિંગ પસાયા દિનેશભાઇને બિભત્સ ગાળો બોલી રૂપિયાની માંગણી કરતા તેને દિલીપભાઇએ ઝઘડો તકરાર કરવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ ગડદાપાટુનો માર મારી તેમજ છુટ્ટો પથ્થર માથાના ભાગે મારી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત દિલીપભાઇને ધાનપુર સરકારી દવાખાને બાદ વધુ સારવાર માટે દાહોદ સરકારી હોસ્પિટલમાં રીફર કરી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article