
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસે બે જુદી જુદી જગ્યાએથી 56,740 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો..
પ્રોહીની બન્ને રેડમાં બુટલેગર ગેરહાજર:પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા…
દાહોદ તા.16
દાહોદ પોલીસે બે જુદી જુદી જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયારના કુલ 56,740 ના મુદ્દામાલ ઝડપી પાડી બે ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળે છે.
પ્રોહીનો પહેલો બનાવ દાહોદ તાલુકાના પુંસરી ગામે બનવા પામ્યો છે. જેમાં દાહોદ રોડ પોલીસે બાતમીના આધારે પુસરી ગામ ના બારીયા ફળિયાના રહેવાસી દિનેશ ભાવસિંગ બારીયાએ પોતાના કબજા ભોગવટા ના મકાનમાં દરોડો પાડતા દિનેશ ભાવસિંગ બારીયા ત્યાં હાજર ન રહેતા પોલીસે મકાનમાં તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 50 બોટલો મળી કુલ 26,500 ના મુદ્દામાલ મળી આવતા પોલીસે દિનેશ ભાવસિંગ બારીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે પ્રોહી નો બીજો બનાવ લીમખેડા તાલુકાના રેબારી ગામના ખોબ ફળિયામાં બનવા પામ્યો છે. જેમાં દાહોદ એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી રેબારી ગામના ખોબ ફળિયાના રહેવાસી દેવેન્દ્ર ઉર્ફે દિનેશ રમેશ પટેલના ખુલ્લા ખેતરમાં ઝાડી ઝાખરામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુ તેમજ બિયરની 11 પેટીઓની 288 બોટલો મળી કુલ 30,240 નો મુદ્દામાલ જપ્ત કરી દેવેન્દ્રભાઈ દિનેશ રમેશ પટેલ વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પિપલોદ પોલીસે દિનેશ રમેશ પટેલને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.