
ઝાલોદ તાલુકાના મીરાખેડી પાસે બે બાઈકો વચ્ચે સર્જાયો અકસ્માત: એકનું મોત એક ઇજાગ્રસ્ત
દાહોદ તા.09
ઝાલોદ તાલુકાના મીરાખેડી પાસે બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે ત્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી સરકારી દવાખાના પાસે ઝાલોદ તાલુકાના થેરકા ગામના માળ ફળિયાના રહેવાસી જવાનસિંહ મગનસિંહ વાદી પોતાના કબજા હેઠળની જીજે-20-એ.સી-0311 નંબરની ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવતા જીજે-20-પી-4736 નંબરની મોટરસાયકલના ચાલકે જુવાનસિંહ વાદીની મોટરસાયકલને અડફેટે લેતા બંને મોટરસાયકલના ચાલકો બાઇક પરથી જમીન પર પટકાતા જુવાનસીંગ વાદી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલકને પણ ઇજા પહોંચી હતી.
ઉપરોકત બનાવ સંદર્ભે અરવિંદભાઈ ચંદુભાઈ વાદીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ સંબંધે વધુ તપાસ હાથ ધરી છે.