
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં મહાન જનનાયક “ઈન્ડિયન રોબીન હુડ” તાત્યા મામાને 251 દીપ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ આપી
આદિવાસીઓના મસીહા એવા જનનાયક તાત્યા ભીલને બ્રિટિશ શાસન દ્વારા “ઈન્ડિયન રોબીન હુડ”નુ બિરુદ આપ્યું હતું આ જનનાયક તાત્યા મામાની પુણ્યતિથિ નિમિત્તે દાહોદના આદિવાસી પરિવાર દ્વારા ગોધરા રોડ નાકા પર 251 દીપ પ્રજ્વલિત કરીને તેમજ પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
બ્રિટિશ શાસનકાળ દરમિયાન અંગ્રેજો દ્વારા આદિવાસી ગ્રામીણ જનતાનું શોષણરૂપી અન્યાય સામે તાત્યા મામાએ જંગ છેડી હતી. મધ્યપ્રદેશના માળવાથી મહારાષ્ટ્રના જલગાંવ બેતુલ અને સાતપુડાના પહાડો સુધી કર્મભૂમિ બનાવી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો આમ આદિવાસીઓના મસીહા જનનાયક તાત્યા મામાને અંગ્રેજોએ “ઈન્ડિયન રોબીન હુડ” નુ બિરુદ આપ્યું. મધ્ય પ્રદેશ રાજ્યના મહુ તાલુકાના પાતાળ પાણી મુકામે તેમનું મંદિર આવેલું છે જે આજે પણ તેમની હયાતી ની સાક્ષી પૂરે છે આદિવાસીઓના મસીહા તાત્યા ભીલને 4 ડિસેમ્બર ના રોજ જબલપુર જેલમાં અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. ગરીબો અને આદિવાસીઓની મસીહા મહાનાયક તાત્યા મામાના બલિદાન દિવસ પર દાહોદના ગોધરા રોડ વિસ્તાર માં આદિવાસી પરિવાર દ્વારા તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ ગોધરા રોડ નાકા પાસે બનેલ “ધ ગ્રેટ ઈન્ડિયન રોબીન હુડ” તાત્યા ભીલ શેડ મુકામે તાત્યા મામાને પુષ્પમાળા અર્પણ કરીને તેમજ 251 દિપ પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી તેમજ આદિવાસી પરિવારના સ્વયં સેવકો દ્વારા તાત્યા મામાને યાદ કરી બધાને તેમની શૌર્યગાથા સંભળાવવામાં આવી હતી.