
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમા દુબઈથી આવેલા ત્રણ પ્રવાસી કોરોના પોઝીટીવ, ઓમિક્રોનની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગર મોકલ્યા
તેમના સંપર્કમા આવેલા પાંચેય ના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
ગાંધીનગરથી રિપોર્ટ ન આવે ત્યાં સુધી દાહોદવાસીઓના જીવ તાળવે ચોંટયા
દાહોદ તા.03
દાહોદ જિલ્લામાં કોરોનાનો ભય ફરી પેદા થયો છે.કારણ કે દુબઇથી દાહોદ આવેલા ત્રણ વ્યક્તિઓનો કોરાનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેઑ ઓમિકરોન વેરીએનટથી સંક્રમિત છે કે નહી તેની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગર લેબમા મોકલવામા આવ્યા છે. જો કે તેમના સંપર્કમા આવેલા પાંચ વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે.
વિશ્વમાં હાલ કોરોનાના નવા વેરીઅન્ટ આમિક્રોનની ભારે દહેશત ફેલાયેલી છે.આફ્રિકન દેશોો સહિત વિદેશમાં તેનાથી સંક્રમિત કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે.ત્યારે ભારત દેશમાં પણ નવા વેરીઅન્ટના દર્દીઓ આવી પહોંચ્યા છે.તેવી જ રીતે ગુજરાતના જામનગરમાં પણ પ્રથમ દર્દી નોંધાઈ ચુક્યો છે.
તકેદારીના ભાગ રુપે વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે અને તેમના કોરોના રિપોર્ટ પણ કરાવવામાં આવી રહ્યા છે.બીજી તરફ દાહોદમા દુબઇથી આવેલા ત્રણ વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ત્રણ પ્રવાસી અને તેમના સંપર્કમાં આવેલા 5 મળી કુલ 8 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન કરી દીધા છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર.પટેલે આપેલી માહિતી પ્રમાણે દુબઈથી આવેલા ત્રણના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.તેઓ ઓમિકરોન વેરીઅનટથી સંક્રમિત છે કે નહી તેના માટે સેમ્પલ ગાંધીનગર ના ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરમા મોકલવામા આવ્યા છે.તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે સંપર્કમા આવેલા પાંચેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.આ વાત વાયુવેગે શહેરમા પ્રસરી જતા ફફડાટ ફેલાઈ ગયો છે.