Friday, 18/10/2024
Dark Mode

સીંગવડ તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને મહિલા તલાટીને ફોન પર કરી અઘટિત માંગણી..

December 4, 2021
        2009
સીંગવડ તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને મહિલા તલાટીને ફોન પર કરી અઘટિત માંગણી..

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને મહિલા તલાટીને ફોન પર કરી અઘટિત માંગણી..

પોલીસે ભાજપ નેતાની કરી ધરપકડ કરી જેલભેગો કર્યો..

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના સીંવવડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત તથા સીંગવડ તાલુકા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા મયુર કાંતિલાલ નિરસતા દ્વારા એક તલાટી કમ મંત્રી મહિલાને મોબાઈલ ફોન ઉપર અઘિટ મંગણી કરતાં આ મામલે તલાટી કમ મંત્રી મહિલાના પતિ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ આ તાલુકા પંચાયતના સદસ્યની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સુડીયા ગ્રામ પંચાયતના સદસ્ય તથા સીંગવડ તાલુકા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ મયુરભાઈ કાંતિલાલ નિસરતા દ્વારા દાહોદ જિલ્લામાં તલાટી કમ કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં એક મહિલાને ગતરોજ તેણીના મોબાઈલ ફોન ઉપર ફોન કરી અઘટિત માંગણી કરી હતી. તલાટી કમ મંત્રી મહિલા દ્વારા આ અંગેની જાણ તેના પતિને કરવામાં આવી હતી અને મહિલાના પતિ દ્વારા મયુરભાઈ કાંતિલાલ નિસરતા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક મયુરભાઈની ધરપકડ કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આ સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આલમમાં થતાં પાર્ટી આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામ્યો હતો અને લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ જન્મ લીધો હતો.

 

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!