
રાહુલ મહેતા :- દે.બારીયા
દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે ગાંજાના ખેતર ઝડપાયા પોલીસે અંદાજે લાખો રૂપિયાનો ગાંજો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
સાલીયા ગામના કરોધ ફળિયામાં ગાંજાના ખેતર ઝડપાયા:લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો હોવાની ચર્ચા.
પોલીસે મહેસુલ વિભાગ ની મદદ લઇ ખેડૂતો ના નામ મેળવવાની તજવીજ હાથ ધરી.
દે. બારીયા તા.04
દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે થી ખેતરમાં અન્ય ખેતી સાથે ગાંજો કરેલા બે થી ત્રણ ખેતર પોલીસે ઝડપી પાડી અંદાજે એક કરોડથી વધુનો ગાંજાના છોડ ઝડપાયા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે કરોધ ફળિયાં માં કેટલાક ખેડૂતો દ્વારા ખેતીની સાથે સાથે ગાંજાનું વાવેતર કર્યું હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે માહિતીના આધારે સાલિયા ગામે કરોધ ફળિયામાં તપાસ હાથ ધરતા બે થી ત્રણ ખેતરમાં તુવેર તેમજ શાકભાજી ની આડ માં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું મળી આવતા પોલીસે આ ગાંજાનો વાવેતર કોના દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ખેતર કોના છે તેની તપાસ હાથ ધરી ખેતરમાં ઉગેલ ગાંજા ના છોડ ને કાપી લઈ ગાંજો કબજે કરી પોલીસે ખેડૂતોને પકડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ખરેખર આ ગાજા ના ખેતર કોના છે તેની પૂરેપૂરી ખાત્રી કરવા માટે પોલીસે મહેસૂલ વિભાગની પણ મદદ લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હાલમાં આ ખેતરમાંથી અંદાજે એક કરોડ રૂપિયાથી વધુનો ગાંજો ગાંજો પોલીસે ઝડપી પાડયો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો કબજે લઇ આરોપીઓ ને પકડવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ પોલીસ દ્વારા આ ગાંજાનું વાવેતર કરનાર તમામ ખેડૂતો વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ સમાચાર લખાયા ત્યા સુધી પોલિસ દ્વારા એફ આઇ આર ની તજવીજ ચાલું હોવાનુ જણાવ્યું હતું આમ દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે થી લાખો રૂપિયા નો ખેતર માં વાવેતર કરેલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો .