
જીગ્નેશ બારીયા દાહોદ
ઝાલોદ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો
ચોથા દિવસે ૬૮૦ ફોર્મનો ઉપાડ અને ૬૮ જમા થયા:૨૧ ફોર્મ સરપંચ પદ માટે ભરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને તાલુકા પંચાયતમાં ભારે ઘસારો
દાહોદ તા.02
ઝાલોદ તાલુકામાં ૪૮ ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીનું જાહેરનામું પડતાંની સાથે જ તાલુકાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકો ચુંટણીને લઈને અતિ સવેદનશીલ ગણાય છે.તાલુકાની ગ્રામ પંચાયતોના વિભાજન બાદ હવે ગ્રામ પંચાયતની ચુંટણીની તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે.તાલુકાની ૧૦૪ ગ્રામ પંચાયત માંથી 48 ગ્રામ પંચાયતોની ચુંટણી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે.ગ્રામ પંચાયતની ચુંટણીનું બ્યુગલ ફૂંકાતા તાલુકા પંચાયતમાં દાવેદારો સાથે સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી પોતાના પક્ષના સરપંચોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ખાટલા બેઠકો ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે.ચૂંટણી પ્રક્રિયાના ચોથા દિવસે કુલ ૪૮૦ ફોર્મનો ઉપાડ થયો હતો.સાથે સરપંચના ૨૧ ફોર્મ ભરાયા હતા.ત્રીજા દિવસે કુલ ૬૮ ફોર્મ જમા થાય હતા.ચાર ડિસેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ૬ એ ચકાસણી હાથ ધરાશે.અને ૭ ડિસેમ્બરે ફોર્મ ખેંચવાની તારીખ છે.જયારે ૧૯ ડિસેમ્બરે 48 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે.ચૂંટણીને લઇને પોલીસ વિભાગ દ્વાર પણ તૈયારીઓ કરાઈ હતી.બધુવારના દિવસે ઠંડા વાતાવરણના માહોલમાં ઉમેદવારો ઘસારો વધતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.