
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદના કસ્બા વિસ્તારમાં લોખંડના પોલમાંથી કરંટ પાસ થતા બે બકરીઓને વીજ કરંટ લાગતા એકનું મોત
કસ્બા વિસ્તારમાં અને મોટા ઘાંચીવાડા વિસ્તારમાં બની ઘટના:વીજ કર્મીઓ સ્થળ પર આવી જતા મોટી દુર્ઘટનાઓ ટળી
વીજ પુરવઠો બંધ કરી લોખંડના પોલમાંથી ઉતરતો કરંટ બંધ કરાયો:દાહોદના કસ્બા વિસ્તારમાં બે લોખંડના પોલમાંથી કરંટ ઉતરતા એક બકરીનું મોત
દાહોદ તા.02
દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા કલાલ ઝાંપા વિસ્તારમાં અને મોટા ઘાંચિવાડા વિસ્તારમાં આવેલી ફાતેમા મસ્જિદ સામેના લોખંડના પોલમાંથી કરંટ ઉતરતા સ્થાનિકોમાં ભય પેદા થયો હતો.જોકે કલાલ ઝાંપા વિસ્તારમાં આવેલા લોખંડના પોલમાંથી કરંટ ઉતરતા નજીકમાંથી બકરી પસાર થતા લોખંડના પોલના કરંટના લીધે બકરી પોલ સાથે ચોંટી જતા બકરીનું મોત નીપજ્યું હતું.જયારે બીજી બાજુ ફાતેમા મસ્જિદ સામે આવેલા લોખંડના પોલમાંથી બે મહીના અગાઉ કરંટ ઉતરતા ગાયનું મોત નીપજ્યું હતું.તેજ લોખંડના પોલમાંથી આજે ફરી વરસાદી માહોલ વચ્ચે લોખંડનો પોલ કરંટ મારતા બે સ્થાનિકોને કરંટ મારતા તાત્કાલિક એમ,જી,વી,સી,એલની ઓફિસે જાણ કરાતા વીજ કર્મીઓ તાત્કાલિક બન્ને ઘટના વાલી જગ્યાએ આવી જતા વીજ પુરવઠો બંધ કરી પોલમાંથી ઉતરતા કરંટ ને બંધ કર્યો હતો અને ફરીથી વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો