
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ- ફતેપુરા અને જોડતો રોડનું કામ મંથર ગતિએ ચાલતા લોકોમાં રોષ:કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર પાથરેલા મેટલથી આ વારંવાર અકસ્માતના બનાવોમાં વધારો..
ઝાલોદ ફતેપુરા ને જોડતા રોડનું કામ છેલ્લા દસ મહિનાથી ચાલે છે. આજ દિન સુધી પૂર્ણ થતાં લોકોમાં રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડના કામમાં વિભાગના અધિકારીઓ અથવા કોઈ દેખરેખ કરવામાં આવતી નથી. જેના લીધે અકસ્માતોમાં વધારો થયો છે.
દાહોદ તા.02
ઝાલોદ ફતેપુરા ને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી તેના નવીનીકરણ માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા દસ મહિનાથી ઉપરોક્ત રોડનું કામ મંથરગતિએ ચાલતા આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ મહિનાથી ચાલતા આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ દેખરેખ કરવામાં આવતી નથી તથા અજય અધિકારીઓ દ્વારા પણ કોઈ મોનિટરિંગ કરવા આવતું નથી. જેના લીધે છેલ્લા દસ મહિનાથી ચાલતા રોડના કામમાં હલકી ગુણવત્તાનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. તેમજ રોડ પર પાથરેલા મેટલ થી અવારનવાર બાઇકચાલકો સ્લીપ થતાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે સલગ્ન વિભાગના અધિકારીઓએ આ રોડના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરે તેવી લાગણી તેમજ માંગણી આ વિસ્તારના લોકોમાં ફેલાવા પામી છે.