Sunday, 13/07/2025
Dark Mode

દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા…

October 27, 2021
        1473
દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા…

જીગ્નેશ બારીઆ :- દાહોદ

દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા..

 ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી 

દાહોદ તા.૨૭

દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા...

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા અન રોજના ૨૦૦૦ ભાડુ નક્કી કરી આપવાના પાકો વિશ્વાસ આપી અને ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ગયાં બાદ પરત ગાડી નહીં આપી અને પોતાને રોડ ખાતાના માણસો છે, તેવી ખોટી ઓળખ આપી રૂા.૪,૫૦,૦૦૦ની કિંમતની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ભાગી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા...

જસવંતભાઈની ઈક્કો ફોર વ્હીલર ગાડી ગત તા.૧૩.૧૦.૨૦૨૧ના રોજ મારવા હડફ મુકામે લઈ ગયાં હતાં જ્યાં એક અજાણ્યો ૨૩ વર્ષીય યુવક જસવંતભાઈને મળ્યો હતો અને ગાડી ભાડે (વર્દી) માં ફેરવવા માટે વાતચીત કરી હતી. એકબીજાના મોબાઈલ નંબરોની પણ આપલે કરી તારીખ ૨૨.૨૦૨૧ના રોજ ગાડીનું ભાડુ રોજનું ૨૦૦૦ એ માગ્યું

 

દે.બારિયામાં તોયણીમાં ભેજાબાજોએ રોડ ખાતાની ઓળખ આપી ભાડા પર લાવેલા ફોરવહીલ ગાડી લઇ ભાગ્યા...

 

હતું અને અજાણ્યા આરોપીએ રૂા.૧૫૦૦ ભાડુ રોજ સાંજે મળી જશે અને ડીઝલ, પેટ્રોલ, ગેસ ગાડીમાં પુરાવવાનો થાય તે અમારા તરફથી ખર્ચ કરીશું, તેવુ જણાવીને પાકો વિશ્વાસ આપી અને ભરોસો આપી જસવંતભાઈ પાસેથી ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ગયો હતો. સાંજે જસવંતભાઈએ પોતાની ઈકો ફોર વ્હીલર લેવા પોતાના માણસ રાજેશભાઈ બળવંતભાઈ પાદરીયા (રહે. મેખર, નિશાળ ફળિયું, તા. મોરવા (હ), જિ. પંચમહાલ) ને મોરવા હડફ મોકલ્યો હતો ત્યારે ૨૩ વર્ષીય આરોપી યુવક અને તેની સાથે અન્ય ૩ જેટલા ઈસમોએ રાજેશભાઈને પોતે રોડખાના માણસો છે, તેવી ખોટી ઓળખ આપી અને રાજેશભાઈને અલગ અલગ જગ્યાએ ફેરવી અને બાદમાં રસ્તામાં ઉતારી દઈ રૂા.૪,૫૦,૦૦૦ની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ નાસી જતાં આ સંબંધે રાજેશભાઈ બળવંતભાઈ પાદરીયાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!