ગરબાડા તાલુકાના અમને આમલી ખજુરીયા ગામે 21 વર્ષીય યુવતીનું સર્પદંશથી મોત,

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

ગરબાડા તાલુકાના અમને આમલી ખજુરીયા ગામે 21 વર્ષીય યુવતીનું સર્પદંશથી મોત,

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલીખજુરીયા ગામે એક ૨૧ વર્ષીય યુવતીને પશુઓ બાંધતાં વેળાએ પગના અંગુઠામાં ઝેરી સાંપ કરડી જતાં તેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૭.૧૦.૨૦૨૧ના રોજ ગરબાડા તાલુકાના આંબલીખજુરીયા ગામે બામણીયા ફળિયામાં રહેતી ૨૧ વર્ષીય રીટાબેન લાલાભાઈ રાઠોડ નાની કોડીયામાં પશુઓ બાંધતી હતી. આ દરમ્યાન તેના પગના ભાગે અંગુઠા પર ઝેરી સાંપે ડંખ મારતાં રીટાબેન ત્યાંજ બેફામ થઈ ગઈ હતી અને તેમને નજીકના દવાખાને પરિવારજનો દ્વારા તાત્કાલિક લઈ જવાતાં રીટાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

આ સંબંધે આંબલીખજુરીયા ગામ રહેતાં લલીતભાઈ રામસીંગભાઈ બામણીયાએ જેસાવાડા પોલીસ મથકે આ બનાવની જાણ કરતાં પોલીસે સી.આર.પી.સી. કલમ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Share This Article