
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
દાહોદ તા .૦૧
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાંથી એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની ૪૧ નંગ બોટલો કિંમત રૂા.૨૯,૫૨૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ મોબાઈલ ફોન મળી મળી કુલ રૂા.૨,૮૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફતેપુરા પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી ના આધારે એક દારૂ ભરેલી સ્વીફ્ટ કાર અને પીકઅપ રાજસ્થાન તરફ થી કરમેલ ગામે થઈ મોટીશેરો ચોકડી તરફ થી આવી રહી હોય તેવી બાતમી ના આધારે પોલીસ સ્ટાફ ના માણસો વોચ ગોઠવી હતી અને સ્વીફ્ટ અને પીકઅપ ડાલાને ઉભી રખાવતા ઉભી ના રાખી પૂરપાટ ઝડપે હંકારી ત્યાંથી નાસી છૂટ્યા અને પોલીસે તેનો પીછો કરતા નાના શરણાયા ગામ પાસે આવી પોલીસે ગાડી ની આવેરટેક કરી ગાડી આડી કરતા સ્વીફ્ટ ગાડી ઉભી રાખી હતી અને પીકઅપ ડાલા નો ચાલકે તેના કબ્જા ની ગાડી મહીસાગર જિલ્લા ની હદ મા નાસી ગયેલ અને પકડાયેલ સ્વીફ્ટ ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂ ઝડપી પડ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂ રોયલ સ્ટેજ ડીલક્સ કલેકશન વિસકી ની ૭૫૦ મિલી ના કાચ ની બોટલો નં ૩૨ કિ રૂ.૨૩૦૪૦/- અને ઓલ સેશન ગોલ્ડ કલેકશન રિઝર્વે વીસ્કી ની ૭૫૦ મિલી ની કાચ ની બોટલ નં ૯ કિ રૂ.૬૪૮૦ કુલ મળી રૂ.૨૯૫૨૦ /- નો દારૂ તેમજ સ્વીફ્ટ ગાડી કિ રૂ.૨૫૦૦૦૦ તથા અંગ ઝડતી કરતા એન્ડ્રોઇડ મોબાઈલ નં ૨ કિ રૂ.૫૦૦૦ તેમજ લાવા કંપની ના સાદા મોબાઈલ કિ રૂ.૫૦૦ નો કુલ મળી કિ રૂ.૨૮૫૨૦૦/- ના મુદ્દા માલ સાથે ગીરીશ છત્રસિંહ રાઠોડ અને પિન્ટુ છત્રસિંહ મુનીયાની પોલીસે અટકાયત કરી હતી જ્યારે ભાગી ગયેલ પર્વત અભેસિંહ રાઠોડ તથા અશ્વિન નરવત મુનિયા વિરૂધ્ધ પણ ફતેપુરા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————