
દાહોદ જમીન વિકાસ નિગમ કચેરી નુ ખેત તલાવડી યોજના હેઠળ કૌભાંડ
પીપારા એન્ડ કંપની ના ઓડીટ આસિસ્ટન્ટ ના જામીન નામંજૂર
જમીન વિકાસ નિગમ કચેરીના કર્મચારીઓ એ બોગસ અરજી ઓ કરી કૌભાંડ આચર્યું
દાહોદ એસીબીએ ઓડીટ કરનાર કંપની ના ઓડીટ આસિસ્ટન્ટ ની ધરપકડ કરી હતી
દાહોદ તા.૨૩
#Paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરોદા ગામે ખેત તલાવડી યોજના હેઠળ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડ દાહોદની કચેરીના કર્મચારીઆએ ખોટી અરજી કરી સરકારી કર્મચારી તરીકે મળેલ સત્તાનો દુરૂઉપયોગ કરતાં અને નાણાંની રમકનું ચુંકવું પણ કરી દેતાં આ સંદર્ભે દાહોદ એ.સી.બી.પોલીસ મથકે આ મામલે રેકર્ડ ઓડીટ કરનાર અને એકબીજાના મેળાપીપણામાં આ ગુન્હો કરનાર પીપારા એન્ડ કંપનીના ઓડીટ આસીસ્ટન્ટ વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી અને જેને પગલે દાહોદ એ.સી.બી. પોલીસે આ કંપનીના ઓડીટ આસીસ્ટન્ટ અટકાયત કરી તેના રિમાન્ડ મેળવ્યાં હતાં. ઓડીટ આસીસ્ટન્ટના રિમાન્ડ પુરાં થતાં તેને પોતાના વકીલ મારફતે દાહોદની નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમજ વકીલની દલીલને આધારે ઓડીટ આસીસ્ટન્ટ જામીન ના મંજુર કરતો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો સહિત વાયુવેગે આ સમાચાર દાહોદ જિલ્લાની સરકારી આલમમાં થતાં ખળભળાટ સાથે ચકચાર પણ વ્યાપી જવા પામી હતી.
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ હસ્તકના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરોદા ગામના અલગ અલગ સર્વે નંબરોમાં સરકારની ખેત તલાવડી યોજના હેઠળ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડ (જી.એલ.ડી.સી.) દાહોદની કચેરીના કર્મચારીઓએ અલગ અલગ ગામોમાં કુલ ૦૩ ખેત તલાવડીના જણાવેલ સર્વે નંબરોમાં માલીકો, ખેડુતો અરજી કરેલ ન હોવા છતાં ખોટી અરજી કરી સરકારી કર્મચારી તરીકે મળેલ સત્તાનો દુરૂઉપયોગ કરી કુલ ૦૩ ખેત તલાવડીના નાણાંની રકમનું ચુંકવણું કરી ખેડુતોની જાણ બહાર સરકારની નિમગ જાેગવાઈ શરતોનું ઉલ્લંઘન કરી ગુન્હાહીત કાવતરૂં રચી તેમજ સત્તાનો દુરૂઉપયોગ કર્યાે હતો. આ ઉપરાંત ખોટું રેકર્ડ પણ બનાવીજે રેકર્ડ પીપારા એન્ડ કંપનીના ઓડીટરે ઓડીટ કરી એકબીજાના મેળાપીપણામાં ગુન્હો કર્યાે હતો. આ સંદર્ભે દાહોદ એ.સી.બી. કચેરીએ ઉપરોક્ત કંપનીના ઓડીટ આસીસ્ટન્ટ ભૌમીક દિલીપકુમાર ગાંધી વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી અને દાહોદ એસ.સી.બી. પોલીસે ભૌમીક દિલીપકુમાર ગાંધી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાધ ધરી હતી. ભૌમીક ગાંધીની તારીખ ૦૯.૦૬.૨૦૨૧ ના રોજ અટકાયત કરવામાં આવી હતી અને તેને નામદાર સેશન્સ કોર્ટ, દાહોદમાં રજુ કરતાં કોર્ટે તેના તારીખ ૧૧.૦૬.૨૦૨૧ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મંજુર કર્યાં હતાં. ભૌમીક ગાંધીના રિમાન્ડ પુર્ણ થતાં તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ બાદ આરોપી ભૌમીક દિલીપકુમાર ગાંદીએ નામદાર સેશન્સ કોર્ટ, દાહોદ ખાતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી જેમાં તપાસ અધિકારી દ્વારા સોગંધનામું ફાઈલ કર્યું હતું તેમજ આરોપી વિરૂધ્ધ દસ્તાવેજી પુરાવા, સાંયોગીક પુરાવા, ટેકનીકલ પુરાઓને તથા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ, દાહોદ આરોપી ભૌમીક ગાંધીના જામીન રિજેક્ટ કર્યાં હતાં.
———————