Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી:આજે વધુ 104 કેસોનો વધારો નોંધાયો,આજે વધુ 11 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો..

દાહોદ જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી:આજે વધુ 104 કેસોનો વધારો નોંધાયો,આજે વધુ 11 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો..

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસોએ સદી નોંધાવી:આજે વધુ 104 કેસોનો વધારો નોંધાયો,આજે વધુ 11 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૦૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૪૫૬૫ને પાર થઈ ગયો છે. વધતાં કોરોના સંક્રમણને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં આરોગ્ય લક્ષી સઘન કામગીરીનો આરંભ પણ કરી દેવામાં આવ્યો છે અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટે અને રાબેતા મુજબનું જીવન પુનઃ શરૂ થાય તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૭૨૦ પૈકી ૫૬ અને રેપીટ ટેસ્ટના ૧૬૩૫ પૈકી ૪૮ મળી આજે ૧૦૪ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. કોરોના સંક્રમણથી આજે વધુ ૧૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે. દાહોદ શહેરના સ્મશાનગૃહમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મૃતકોના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજે બીજી તરફ જાણવા મળ્યા અનુસાર, દાહોદના સ્મશાનગૃહ ખાતે ૨૦ જેટલા કોરોના દર્દીઓના સંપુણ કોરોના ગાઈડ લાઈન સાથે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યાં હતાં પરંતુ સત્તાવારા આંકડાઓમાં ૧૧ મૃતકોની સંખ્યા દર્શાવતાં લોકોમાં કુતુહલ સર્જાયું છે. આજના ૧૧ મૃતકોના આંકડા સાથે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૨૦૮ દર્દીઓ પોતાનો જીવ ગુમાવી બેઠા છે. વધતાં કેસોની સાથે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૭૨૬ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં આજે આવેલ ૧૦૪ દર્દીઓ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૨૨, દાહોદ ગ્રામ્યમાંથી ૨૧, ઝાલોદ અર્બનમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૯, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૬, લીમખેડામાંથી ૦૫, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૬, ધાનપુરમાંથી ૦૩, ફતેપુરામાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયો પણ કરવામાં આવ્યાં છે.

———————————-

error: Content is protected !!