દાહોદ શહેરના ચાકલીયારોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વેપારીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
દાહોદ તા.૦૭
દાહોદ શહેરના ચાકલીયા રોડ પર એક દાહોદના વ્હોરા સમાજના વેપારી પોતાનું ટુ વ્હીલર વાહન લઇને પસાર થઇ રહ્યા હતા તે સમયે તેઓનું ટુ વ્હીલર વાહન સ્લીપ ખાઇ જતાં સામેથી આવતા અન્ય એક ટુ વ્હીલર વાહન સાથે અથડાતા વોહરા વેપારીનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દાહોદ શહેરમાં રહેતાં અબ્બાસભાઈ કુતુબભાઈ ભાભરાવાલા અને વ્યવસાયે વેપારી. આ અબ્બાસભાઈ આજરોજ પોતાનુ કામકાજ પુરૂ કરી પોતાના ટુ વ્હીલર વાહન લઈ દાહોદના ચાકલીયા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન જોતજોતામાં તેઓની મોટરસાઇકલ સ્લીપ ખાઇ જતા અને પડી જમીન પર ફંગોળાતા સામેથી આવતી એક મોટરસાયકલ તેઓની ઉપર ફરી વળી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલ એક જ સીસીટીવી કેમેરામાં કેદ થઇ થવા પામી હતી. ગંભીર ઇજાગ્રસ્ત અબ્બાસભાઈને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા સ્થળ પર જ લોહીથી લથબથ હાલતમાં પડી ગયા હતા અને ઘટના સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મૃતક અબ્બાસભાઈના મૃતદેહની નજીકના દવાખાને પી.એમ. અર્થે રવાના કરવામાં આવ્યાં હતાં. વાયુવેગે આ સમાચાર દાહોદ નગરના વ્હોરા સમાજમાં ફેલાતાં સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી અન પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો ગયો હતો. આ સંબંધે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.