Tuesday, 01/07/2025
Dark Mode

લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ઠેર-ઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા:રોગચાળો ફેલાવવાની સેવાતી ભીતિ.

લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ઠેર-ઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા:રોગચાળો ફેલાવવાની સેવાતી ભીતિ.

    નીલ ડોડીયાર :- દાહોદ 

  • લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ઠેર-ઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા 
  • લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તાર, તાલુકા શાળા ના ગેટ પાસે, ચિત્ર કુટ સોસાયટી ,તેમજ ઈન્દીરા વસાહત આગળ ગંદકીના ઢગલા જોવા મળ્યા 
  • એક તરફ કોરાનાની મહામારી બીજી તરફ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ગંદકી ના પગલે મચ્છરોનુ ઉપદ્રવ વધ્યો 
  • ગંદકીના પગલે રોગચાળો વકરે તો નવાઇ નહી 
  • સ્થાનિકો દ્વારા સત્વરે ગંદકીના સફાઈ કરાવા કરાઇ માંગ

દાહોદ તા.04

લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ઠેર-ઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા:રોગચાળો ફેલાવવાની સેવાતી ભીતિ.

લીમખેડા નગરમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.લીમખેડા નગરમાં આવેલા ઝાલોદ રોડ ઉપર આવેલા નાળામાં તથા તાલુકા શાળાના ગેટ પાસે અને ચિત્રકૂટ સોસાયટીમાં તેમજ ઇન્દિરા વસાહત જેવા વિવિધ વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કરવામાં ન આવતા ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે

લીમખેડા નગરમાં સફાઈના અભાવે ઠેર-ઠેર ખદબદતી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.જેને લઇને નગરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થવા પામી છે.ગામમાં મચ્છરોના કારણે નગરજનોમાં તાવ-શરદી જેવા વિવિધ લક્ષણોવાળા દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે. ગામ પંચાયત દ્વારા સમયસર સફાઈ કરવામાં ન આવતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.તેથી ગ્રામ પંચાયત દ્વારા સત્વરે વિસ્તારોમાં ગંદકી ની સફાઇ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!