Thursday, 21/11/2024
Dark Mode

લીમખેડા તાલુકાના મોટામાળ ગામે તળાવ પર કપડાં ધોવા આવેલી ચાર યુવતીઓ પૈકી બે યુવતીઓ પાણીમાં ડુબી એક નું મોત:એકનો બચાવ

લીમખેડા તાલુકાના મોટામાળ ગામે તળાવ પર કપડાં ધોવા આવેલી ચાર યુવતીઓ પૈકી બે યુવતીઓ પાણીમાં ડુબી એક નું મોત:એકનો બચાવ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • લીમખેડા તાલુકાના મોટામાળ ગામે તળાવ પર કપડાં ધોવા આવેલી બે યુવતીઓ પાણીમાં ડુબી
  • એક નું મોત:એકને સારવાર અર્થે દાહોદ ખસેડાઇ
  • તળાવ પર કપડાં ધોવા ગયેલી ચારેય યુવતીઓના પગ લપસતા એક પછી ચાર યુવતી પાણીમાં પડી હતી
  •  ઘટનાની જાણ થતા આસપાસના દોડી આવેલા ગ્રામજનોએ યુવતીઓને બહાર કાઢી 

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટામાળ ગામે આજે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ચાર જેટલી યુવતીઓ ગામમાં આવેલ એક તળાવમાં કપડા ધોવા માટે ગઈ હતી. આ દરમ્યાન એક યુવતીનો પગ લપસતાં તે તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ હતી અને તેને જાેઈ અન્ય એક યુવતી તેને બચાવવા તળાવમાં કુદતા બંન્ને યુવતોઓ જાેતજાેતમાં તળાવમાં ડુબવા લાગી હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં દોડી આવેલા લોકો દ્વારા બંન્ને યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી પરંતુ એક ૧૩ વર્ષીય યુવતીનું તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેને મૃતહાલમાં બહાર કાઢવામાં આવી હતી જ્યારે એક ગંભીર હાલતમાં યુવતીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ બપોરના સમયે મોટામાળ ગામે રહેતી ચાર જેટલી યુવતીઓ ગામમાં આવેલ એક કુવામાં કપડા ધોવા ગઈ હતી જેમાં એક યુવતીનો પગ લપસતાં તે તળાવા ઉંડા પાણીમાં પડી ગઈ હતી તેને બચાવવા અન્ય એક યુવતીએ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું. આ બંન્ને યુવતીઓ તળાવમાં પડતાંની સાથે જ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. આ જાેતા અન્ય બે યુવતીઓએ બુમાબુમ કરી મુકતાં અને આસપાસના લોકોને બોલાવી અને જાણ કરતાં ગામ લોકો સહિત પરિવારજનો તળાવ તરફ દોડી ગયાં હતાં. સ્થાનીક તરવૈયાઓ મારફતે તળાવના ઉંડા પાણીમાં પડી ગયેલ એક ૧૩ વર્ષીય યુવતીઓનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક યુવતીને ગંભીર હાલતમાં બહાર કાઢતાં તેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જાણવા મળ્યા અનુસાર, ગંભીર હાલતમાં તળાવમાંથી બહાર કાઢવામાં આવેલ યુવતીની હાલત પણ ગંભીર છે અને તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

——————————

error: Content is protected !!