કોરોના બેકાબુ.. દે.બારીયા સબજેલમાં કોરોના પ્રવેશ્યો:રૂટિન ચેકઅપમાં 104 કેદીઓ પૈકી 16 કેદીઓ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ…

Editor Dahod Live
2 Min Read

રાહુલ મહેતા :- દે. બારીયા 

  • દે.બારીયા સબજેલમાં કાચા કામના કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં અન્ય કેદી તેમજ પોલીસ કર્મીઓમાં ફફડાટ
  • સબજેલમાં ફુલ દસ બેરેક આવેલી છે
  •  હાલમાં સબજેલમાં ૧૦૪ કાચા કામના કેદી
  • રૂટીગ મેડીકલ ચેકિંગમાં ૧૬ જેટલા આરોપીઓને રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા ખળભળાટ 

   દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબ જેલ મા રૂટિંગ મેડિકલ ચેકીંગ માં ૧૦૪ કેદીઓ માંથી ૧૬ કેદીઓને રેપિડ ટેસ્ટમાં કોરોનો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું અન્ય કેદીઓ તેમજ જેલ ગાર્ડ ઉપર હાજર પોલીસમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબજેલ માં દર અઠવાડિયે દરેક કેદીની રૂટિન મેડીકલ ચેક અપ કરવામાં આવે છે ત્યારે આજરોજ રૂટિગ ચેકપ પ્રમાણે સબજેલની દસ બેરક માં રહેતા ૧૦૪ કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તે તપાસણી દરમિયાન દરેક કેદીઓની કોરોનાની પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં આ રરેપીડ ટેસ્ટમાં ૧૦૪ કેદી માંથી ૧૬ જેટલા કાચા કામના કેદી ઓ નો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા જે અંગેનીજાણ સ્થાનિક આરોગ્ય તંત્ર તેમજ સબ જેલના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો ત્યારે આ સબજેલમાં કાચા કામના કેદીઓ માં કોરોના પોઝિટિવ આવતા તંત્ર સાબતુ થયું છે અને સ્થાનિક અધિકારી સહિત મેડિકલ ટીમ સબ જેલ ઉપર દોડી આવી પોઝિટિવ આવેલ કેદીઓને અલગ બે બેરેકમાં રાખી સારવાર હાથ ધરવામાં આવી છે.અને આ આવેલા પોઝિટિવ આવેલા કેદીઓને વધુ સારવાર અર્થે લઈ જવાની જરૂર પડે તો તે માટે પણ ઉચ્ચ સ્તરેથી મંજૂરી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દસ દીવસ અગાઉ એક પોલીસ કર્મીની કોરોનાના લીધે મોત થયું હોવાના કારણે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ  છે.ત્યારે આ જેલના ૧૬ કેદીઓને કૉરોનો પોઝેટીવ આવતા જેલ ગાર્ડ ઉપર ના પોલિસ કર્મીઓમાં વધું ફફડાટ ફેલાયો છે.

Share This Article