
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે રહેણાંક મકાનમાં લાગી આગ: ઘરવખરીનો સરસામાન બળીને ખાખ.
આગ લાગવાનું કારણ અકબંધ: મકાન માલિકને લાખો નું નુકસાન..
તલાટીએ સ્થળ મુલાકાત લઈ સરકારી સહાય માટે કામગીરી શરૂ કરી…
દાહોદ તા.02
ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતા કાનુડી બેન ભુરાભાઈ ભાભોર ના ઘરમાં રાત્રિના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા ઘર વખરી સહિતનો સામાન મળીને ખાખ થયો હતો.સદનસીબે ઘર ઘરમાં આગ લાગતાં કોઈ વ્યક્તિને જાન હાની થઈ ન હતી. ઘરમાં આગ લાગવાની જાણ થતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતાં અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જોત જોતા આગે વિકરાળ ધારણ કરતાં આગને કાબૂમાં મેળવવા માટે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરમાં આગ લાગવાના બનાવમાં ઘરવખરી તેમજ ત્રણ બકરા, બે મોટર સાયકલ અને ૧૫૦૦૦ની રોકડ રકમ બળીને ખાખ થતાં કુલ ૫,૧૬,૦૦૦ રૂપિયા નું નુકસાન થવા પામ્યું હતું. ઘરમાં આગ લાગવાની જાણ ખારવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ઘરની મુલાકાત લઈ પંચ કેસ કરી સહાય અપાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.