
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..
10 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિ પત્ની અને વો ના પ્રણય ત્રિકોણમાં પતિએ પત્નીનું કાસળ કાઢ્યું…
પત્નીના અન્ય જોડે આડા સંબંધના લીધે પત્નીની કરી હત્યાં:હત્યારો પતી વતન ભાગી છૂટે તે પહેલા દાહોદ LCB, GRP પોલીસે દબોચી લીધો..
અમદાવાદના નારોલ પોલીસ મથક ખાતેનો યુવતીની હત્યાંનો બનાવ:અમદાવાદથી ટ્રેન મારફતે વતન જઈ રહેલો હત્યારો પતિ દાહોદથી ઝડપાયો
દાહોદ LCB તેમજ GRP ની સંયુક્ત ટીમે ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હત્યારા પતિને અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપ્યો…
દાહોદ તા.24
દસ વર્ષ પહેલા પ્રેમ લગ્નનું કરુણ અંજામ આવ્યું છે. જેમાં પત્નીનું અન્ય જોડે આડા સંબંધના લીધે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતાના બે બાળકો સાથે ટ્રેન મારફતે વતન જઈ રહેલા હત્યારા પતિને દાહોદ એલસીબી તેમજ ગુજરાત રેલવે પોલીસે દાહોદ રેલવે સ્ટેશન પર સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપી પાડયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બલિયા ભુજાઈના રહેવાસી 30 વર્ષથી અજયભાઈ દેવેન્દ્રભાઈ ભારદ્વાજ તેમજ તેમની પત્ની રિયાબેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓએ પરિવારજનોના વિરોધમાં જઈ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. બંને યુગલના પ્રેમ લગ્નથી નારાજ બનેના પરિવારજનોએ આ યુગલ જોડે સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારબાદ આ યુગલ મજૂરી અર્થે અમદાવાદ ખાતે આવી ગયો હતો જ્યાં આકૃતિ ટાઉન શિપ નારોલ ખાતે વસવાટ અમદાવાદની બીએલ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. બંનેના પ્રેમ લગ્નના 10 વર્ષમાં બે પુત્રો પૈકી સોમ 9 વર્ષ તેમજ રોનિત 3 ત્રણ વર્ષનો થયો હતો. બંને યુગલ હમ દો હમારે દોના પરિવાર જોડે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા પરંતુ બે વર્ષ પહેલા અજય ભારદ્વાજની પત્ની રીયાની અમદાવાદના એક વ્યક્તિ જોડે આંખ મળી જતા બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી એક્સટર્નલ અફેર ચાલી રહ્યો હતો. જેની ભલક હરિયાના પતિ અજયને થતા બંને ના સંબંધોમાં તડની સાથે તણાવ ઊભો થયો હતો.અને પોતાની પત્નીને અન્યની બાહોમાં જોઈ ગયેલા પતિએ મનોમન તેનું પાછળ કાઢી નાખવાનું નક્કી કર્યું અને પાંચ દિવસ પહેલા જ પૂર્વ આયોજિત કાવત્રાના ભાગરૂપે ટ્રેન નંબર 19489 અમદાવાદ ગોરખપુર ટ્રેન નો રિઝર્વેશન કરાવી ગતરોજ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી રાત્રિના સમયે ઘરેથી ભાગી પહેલેથી જ નિર્ધારિત કરેલી ટ્રેનમાં અમદાવાદ થી બેસી પોતાના વતન જવા રવાના થયું હતું. જોકે હત્યા સંબંધી ગુનાની જાણ નારોલ પોલીસને થતા નારોલ પોલીસે સીસીટીવી કેમેરા તેમજ મોબાઇલની લોકેશન ના આધારે હત્યાનો આરોપીને ઝડપી પાડવા દાહોદ એલસીબી ની મદદ માગી હતી. જેબા દાહોદ એલસીબી તેમજ ગુજરાત રેલવે પોલીસે આજરોજ બપોરના 01:00 વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવે તે પહેલા જ ગોઠવાઈ ગયા હતા. અને ટ્રેન દાહોદ ખાતે આવીને ઉભી રહેતા દાહોદ એલસીબી પોલીસે ટ્રેનમાં ચેકિંગ દરમિયાન રિઝર્વેશન કોચ માંથી હત્યારા અજય ભારદ્વાજને તેના બે બાળકો સાથે ઝડપી લીધો હતો. અને તેને જીઆરપી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. હાલ આ ઘટના સંદર્ભે ગુજરાત રેલવે પોલીસ તેમજ એલસીબી પોલીસે હત્યારા આરોપી અજય ભારદ્વાજને નારોલ પોલીસને સુખ સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે…
પતિએ બે બાળકોની સામે તેની પત્નીની હત્યા કરી
અજય ભારદ્વાજે તેની પત્ની રીયાની ગતરોજ ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી આ બનાવમાં હત્યારા અજયની પત્ની ત્યાંના કોઈ આધેડ જોડે આડા સંબંધ રાખતી હતી. જે અજય ને ના ગમ્યું.અજયના કહ્યા અનુસાર તેમજ તેની સાથે ઓરમાયું વર્તન કરતી હતી તેના બાળકોને પણ મારતી હતી.જેના કારણે દસ વર્ષ પૂર્વે લગ્નના તાંતણે બંધાયેલા આ પ્રેમી પંખીડાના સંબંધોમાં ખટાશ આવી હતી. અને આખરે આ બન્ને વચ્ચેના સબંધોનો અંત લાવવા તેમજ તેની પત્નીને સબક શીખાડવા અજયે પત્ની રિયા નું કામ તમામ કરવા મનોમન નક્કી કર્યું અને અંતે તેના બંને બાળકોની નજર સમક્ષ હત્યા કરી નાખી..
પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હત્યારા અજયે ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું હતું
પત્ની રિયાએ પર પુરુષ સાથે આડા સબંધ રાખી અજય સાથે દગો કર્યોં. જે અજય સહન ના કરી શક્યો, પત્ની રિયાના છેલ્લા બે વર્ષથી ચાલતા એક્સ્ટર્નલ અફેરને કારણે અજય કેટલાય દિવસથી મનમાં ને મનમાં ઘૂંટાઈ રહ્યો હતો. પરંતુ અને તે ગુસ્સામાં પરીણમ્યો જે રીયા જોડે અજય પ્રેમ સંબંધમાં દસ વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા.તે રિયાને હવે અજય નફરત ભરી નિગાહોથી જોઈ રહ્યો હતો.અને રિયાની હત્યા કરવા મનોમન નક્કી કરી બેઠેલા અજય ભારદ્વાજે હત્યાના પાંચ દિવસ પૂર્વે 19489 અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસમાં પેલા વતન જવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરાવ્યું હતું. અને નક્કી કર્યા મુજબ રિયા ની હત્યા કરી પોતાના બંને બાળકો સાથે ટ્રેન મારફતે વતન જવા નીકળ્યો હતો પરંતુ દાહોદ એલસીબી તેમજ જીઆરપી પોલીસે આરોપી અજયને ઝડપી લીધો હતો.
અમદાવાદ પોલીસ તેમજ દાહોદ LCB /GRP પોલીસે સંકલન સાધી આરોપી વતન ભાગે તે પહેલા દબોચી લીધો.
અમદાવાદના નારોલ પોલીસ મથક હદમાં આકૃતિ ટાઉનશિપમાં એક 28 વર્ષીય યુવતી ની હત્યા કરાયેલી લાશ મળી આવતા નારોલ પોલીસે તપાસનો દોર લંબાવતા આકૃતિ ટાઉનશીપ માં લાગેલા સીસીટીવી કેમેરામાં હત્યા કર્યા બાદ અજય ભારદ્વાજ પોતાના બે બાળકો સાથે સર સામાન સાથે ભાગી નીકળ્યો હતો. જેને ધ્યાને લઈ અમદાવાદ પોલીસે અજય ભારદ્વાજ ના મોબાઈલ લોકેશનને ટ્રેસ કરતા અમદાવાદ રેલવે સ્ટેશનથી તેનો મોબાઇલ ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યો હોય તેમ દેખાતા અમદાવાદ પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાની ફૂટેજ જોતા આરોપી અજય ભારદ્વાજ પોતાના બાળકો સાથે બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચડતો દેખાયો હતો. જે બાદ અમદાવાદ પોલીસે તપાસ કરતા અજય ભારદ્વાજે પાંચ દિવસ અગાઉ રિઝર્વેશન કરાવ્યો હતો. તે સામે આવતા પોલીસે દાહોદ એલસીબી નો સંપર્ક કરી આરોપી અજય તેમજ તેના બાળકોના ફોટો અને મોબાઈલ નંબર લોકેશન સાથે મોકલી આપ્યો હતો અને સરકારી ગાડી લઈ અમદાવાદ પોલીસ પણ દાહોદ આવવા નીકળી ગઈ હતી. તે અરસામાં દાહોદ એલસીબી પોલીસે દાહોદ એ ડિવિઝન તેમજ ગુજરાત રેલવે પોલીસની મદદ લઈ અમદાવાદ ગોરખપુર ટ્રેન દાહોદ આવે તે પહેલા જ પ્લેટફોર્મ નંબર ત્રણ પર ગોઠવાઈ ગયા હતા. ટ્રેન દાહોદ આવ્યા બાદ દાહોદ પોલીસ આરોપી અજય ભારદ્વાજની ટ્રેનમાં શોધખોળ હાથ ધરી હતી. આ સમયગાળામાં અમદાવાદ ગોરખપુર નું માત્ર બે મિનિટ નું સ્ટોપેજ હોવાથી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી પરંતુ મામલો હત્યાનો હોય પોલીસે ટ્રેનને વધુ થોભાવી હતી. અને વીજળીવેગે ટ્રેનમાં ખર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોપી અજય ભારદ્વાજ તેના બે બાળકો સાથે સ્લીપર કોચ માંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી તેમજ તેના બાળકોને ગુજરાત રેલવે પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. અને તેને અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મેં મારી પત્નીને મારી આખી મને કોઈ અફસોસ નથી, પરંતુ મારા બાળકોને મારા માતા-પિતા સુધી પહોંચાડી દેજો :- આરોપી અજય ભારદ્વાજ
આરોપી અજય ભારદ્વાજના જણાવ્યા અનુસાર તેને રિયા જોડે પ્રેમ સંબંધ હોય દસ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા.જે અમારા પરિવારજનોને નામંજૂર હતા. જેને લઈને અમારા બંનેના પરિવારજનોએ સંબંધો કાપી નાખ્યા હતા. છેલ્લા દસ વર્ષથી અમારા બંનેના પરિવારજનો જોડે કોઈ સંબંધો હતા નહીં. જે રિયા માટે મેં મારા પરિવારજનો જોડે સંબંધો તોડ્યા તે રિયા એ મારી જોડે દગો કર્યો. અન્ય પુરુષ જોડે સંબંધો રાખી મારી જોડે ઓર માયું વર્તન કર્યું તેમ જ મારા બંને બાળકો જોડે મારઝૂડ કરી સારું રાખતી નહોતી. રિયાની બેવફાઈ તેમજ આવા વર્તનથી મેં રિયાની હત્યા કરી નાખી જેનો મને કોઈ અફસોસ નથી. હું આ બંને બાળકોને મારા ગામ સુધી પહોંચાડી પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો હતો પરંતુ તે પહેલા જ પકડાઈ ગયો છું. માટે રિયા ની હત્યા કરી તેનો મને કોઈ અફસોસ નથી. બસ મારા વહાલ સોયા બંને પુત્રોને મારા પરિવાર સુધી પહોંચાડી દેજો તેમ આરોપી અજય ભારદ્વાજે રડતા રડતા પોલીસ સમક્ષ જણાવ્યું હતું.