
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ શહેરમાં વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેકતી વાહન ચોર ટોળકી..
વાહ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ..
પોલીસની નાઈટ પેટ્રોલિંગના ચોરીની ઘટનાને અંજામ આપતી વાહન ચોર ટોળકીને ઝડપવા સીસીટીવી કેમેરા વામણા પુરવાર થયા..
દાહોદ તા.10
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં રાત્રિના અંધારામાં ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલી વાહન ચોર ટોળકીએ ઘરના આંગણે પાર્ક પાર્ક કરેલી મોટર સાઇકલની બિન્દાસ પણે ઉઠાતરી કરી લઈ જતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ ચોરીની સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં થયા કેદ થવા પામી છે.
દાહોદ શહેર સહીત આસપાસના વિસ્તારોમાં
છેલ્લા કેટલાય દિવસોથી સક્રિય બનેલી વાહન ચોર ટોળકી દિવસેને દિવસે પોલીસ માટે માથાનો દુખાવો સમાન સ્થાપિત થઈ રહી છે. રાત્રિના અંધારામાં બેખોફ બની વાહન ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ત્રાટકતી આ વાહન ચોર ટોળકી રાત્રિના અંધારામાં પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવી કેમેરાઓની ચોકીદારી તેમજ પોલીસના નાઈટ પેટ્રોલિંગ વચ્ચે બિન્દાસ પણે વાહન ચોરીની ઘટનાને અંજામ આપી દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોને રંજાડી રહી છે સાથે સાથે પોલીસને પડકાર પણ શીખી રહી છે. તારે આવી જ એક વાહન ચોરીની ઘટના દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારમાંથી સામે આવી રહી છે. જેમાં રાત્રીના ત્રણ વાગ્યાના આસપાસ મોટા ઘાંચીવાડા વિસ્તારમાં સ્મશાન જવાના માર્ગ ઉપરથી અજાણ્યા બાઈક ચોરો ખુલ્લા મોઢે ઘરના આંગણે પાર્ક કરેલી બજાજ કંપનીની એવેન્જર મોટર સાઇકલની ઉઠાતરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે.જેમાં પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી બેખોફ બની તોરીની ઘટનાને અંજામ આપવા માટે ખુલ્લા મોઢે CCTV કેમેરાની સામેથી વાહનોની ઉઠાતરી કરતા જોવા મળી રહી છે.ત્યારે તેની સામે 10 મીટરના અંતરમાં પોલીસના હાઈ કોલેટીના HD કેમેરા પણ લાગેલા છે. અને તે કેમેરા સામે પણ બિન્દાસ્ત પણે બાઈક ચોર ગેંગ ખુલ્લા મોઢે ઠંડીના ચમકારા વચ્ચે ઘર આંગણે પાર્ક કરેલી મોટર સાઇકલની ઉઠાણતરી કરતી જોવા મળી રહ્યા છે જેમાં તે ત્રણ લોકોની ત્રિપુટી આજુ બાજુમાં રેકી એક યુવક બાઈકને બહાર કાઢીને રોડ ઉપર લાવે છે.તે બાદ મેન રોડ ઉપર બે તે ગેંગના સાગરીતો રેકી રહ્યા છે અને તે બાદ ત્રણેય બાઈક ચોર મોટર સાઇકલ ઉપર સવાર થઈને દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર નીકળતા રોડ બાઈક ચોરીને લઈ જતા સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યા છે.જોકે આ બાઈક ચોરીના મામલે ભારે શોધખોળ બાદ પણ તે મોટર સાઇકલ જોવા ના મળતા આજરોજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે જોકે પોલીસે હાલમાં જાણવા જોગ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના નાઈટ પેટ્રોલિંગ તેમજ નેત્રમ તથા સ્માર્ટ સિટીના કેમેરાઓની 24 કલાક દેખરેખ છતાંય ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકતા આ વાહન ચોર ટોળકી છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપતી આ ટોળકી પોલીસને પડકાર ફેંકી રહી છે. અત્યારે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારને વાહન ચોરીના ત્રાસથી સ્થાનિક પોલીસ ક્યારે મુક્ત કરાવશે તે સવાલ હાલ પ્રજા માણસમાં ઘર કરી ગયો છે. ત્યારે પોલીસ અધિકારીઓ આ વાહન ચોર ટોળકીને જબ્બે કરવા કોઈ એક્શન પ્લાન બનાવી દાહોદ સહિતના આસપાસના વિસ્તારોને વાહન ચોરીના ત્રાસથી મુક્ત કરાવે તેવી લાગણી અને માંગણી પંચકમાં ફેલાવવા મામી છે.