Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ:શાકભાજી ખરીદીવેળાએ યોગ્ય અંતર રાખવા માટેનું એક્શન પ્લાન આવતીકાલથી અમલમાં:જિલ્લા સમાહર્તાશ્રીએ શહેરની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.26

દાહોદ ખાતે નોવેલ કોરોનાવાયરસ લઈને તંત્ર દ્વારા લોકડાઉનની કડક અમલવારી કરાવાઈ રહી છે.જોકે પ્રજાજનોને ફળફળાદી શાકભાજી અને અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટે સવારના બે કલાક હળવી છૂટ આપવામાં આવી છે.પરંતુ તે દરમિયાન પ્રજાજનો દ્વારા યોગ્ય અંતર  ન જાળવાતા આજે તંત્ર નવા એક્શન પ્લાન શરૂ કર્યો છે.અને એ મુજબ શહેરની વિવિધ મોટી જગ્યાઓ અને મોટા માર્ગોને સર્વે કરીને શાકભાજીના પથારાવાળા ફળફળાદી વાળા વિગેરેેને દૂર ઉભા રાખી શહેરીજનોના વાહન પણ દૂર પાર્ક કરી અને એક ચોક્કસ મર્યાદામાં અંતર  મેન્ટેન કરી ખરીદી કરે તેવું આયોજન કર્યું હતું. અને તે આયોજન અંગે વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગર પાલિકા તંત્રે સંયુકત રીતે સમગ્ર નગરમાં ફરીને એક સર્વે કર્યો હતો. આજે રાત્રિ દરમિયાન સર્વે કરાવેલ સ્થાન ઉપર એક્શન પ્લાનની અમલવારી માટેની તૈયારીઓ હાથ ધરાશે.તસવીરમાં શહેરમા સર્વે કરવા નીકળેલા જિલ્લા સમાહર્તા શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને નગરપાલિકાના સંબંધિતો જણાઈ રહ્યા છે.

error: Content is protected !!