લોકડાઉન દરમિયાન જરૂરતમંદ લોકો સુધી ખાદ્યસામગ્રી પહોંચાડવા મિટિંગ યોજાઈ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.26

સંતરામપુર નગરમાં મામલતદાર કચેરીમાં નગરપાલિકાના પ્રમુખ અને ગમના ગામના અગ્રણીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી ૨૧ દિવસનું વડાપ્રધાન જાહેર કરેલ લોકડાઉનને લઈને સંતરામપુર નગરમાં સંતરામપુર મામલતદાર કચેરીમાં મહિસાગર જિલ્લાના કલેક્ટરના સુચના મુજબ મિટિંગનું આયોજન કરી દરેક સમાજના અગ્રણીઓ નગરપાલિકાના પ્રમુખ તમામ વ્યક્તિ સાથે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કયા કયા સમાજમાં જરૂરિયાતમંદ છે તેમની યાદી તૈયાર કરવામાં આવેલી છે.યાદી તૈયાર કર્યા પછી જે પણ સમાજના અગ્રણી અન્ય વ્યક્તિઓ જરૂરીયાતમંદને મદદરૂપ થાય અને તેમના માટે ઘર વપરાશ માટે તેલ ચોખા મોરસ વસ્તુનોની કીટ  બનાવીને આશરે એક હજાર રૂપિયાની વસ્તુઓ આપવાનું નક્કી કર્યું છે જેમાં આયોજનમાં મામલતદાર સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંતરામપુર પીઆઇ અને અગ્રણીઓ તમામ ના સહયોગથી જરૂરિયાતમંદોને આ કીટ ટૂંક સમયમાં આઈ એમ કરીને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

Share This Article