
વસાવે રાજેશ :દાહોદ
દાહોદ ના કમલમ કાર્યાલયમાં ગુજરાત સંકલ્પ પત્ર અંગે એકસભાનું આયોજન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પરસોત્તમ રૂપાલા રહ્યા હાજર
પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ ગુજરાત અગ્રેસર સંકલ્પ યાત્રા માટે હું હમારા ભાજપ ના અંગ્રણીઓ નો આભાર માનું છું અને આજે આપડા કેન્દ્રીય ટ્રાઈબલ અફેર્સ મિનિસ્ટર અર્જુન મુંડા માત્ર ઝારખંડના નહિ તેઓ સમગ્ર ભારતના આદિવાસી નેતા છે અને તેમ કહેતા મને ગર્વ થાય છે કે આદિવાસી જનજાતિ ઓને લાગતી જે નીતિઓ બની છે અથવા ઘડવામાં આવી છે તે તમામ નીતિઓમાં અર્જુન મુંડા નો સહકાર હોય છે અને તે આ કમિટીમાં ઉપસ્થિત હોય જ઼ છે.
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી એ કપરા કાળમાં દેશ અને વિદેશ ના લોકોને મદદ કરી અને પડખે ઊભા રહ્યા છે. અર્જુન મુંડા દેશના મોટા આદિવાસી નેતા છે . અને તેઓ પણ આદિજાતિ ના વિકાસ માટે કમો કરી રહ્યા છે.
અર્જુન મુંડા એ કહ્યું કે ભાજપ દ્વારા આદિવાસીઓ ને યાદ કરવામાં આવ્યા છે જેના પરિણામ છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બિર્સા મુંડા યુનિવર્સિટી બનાવી છે પરંતુ ભૂતકાળમાં ભાજપ રાજ નહોતું ત્યારે એ લોકોએ આદિવાસીઓ ને તેમના બલિદાનોને ભૂલાવ્યું છે એટલે જ્યારે હવે તમારો મત અધિકાર નો ઉપયોગ કરવાનો છે ત્યારે ભાજપને મત આપી મજબૂત બનાવીએ જેથી ભાજપે આદિવાસીઓ ને જે સન્માન આપ્યુ છે અને એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી છે ત્યારે આપડડી ફરજમાં આવે છે કે આપડે ગર્વ લેવો જોઈએ અને ભાજપ ને મત આપી આપડે આદિ જાતને વધુ મજબૂત કરવા જોઈએ