Thursday, 21/11/2024
Dark Mode

કોરોના વાયરસના સંક્રમણને રોકવા વહીવટીતંત્રના સૂચન પર વ્યાપારીની અનોખી પહેલ: ગ્રાહકો વચ્ચે અંતર રાખવા ગોળ કુંડાળા કર્યા

કોરોના વાયરસના સંક્રમણને રોકવા વહીવટીતંત્રના સૂચન પર વ્યાપારીની અનોખી પહેલ: ગ્રાહકો વચ્ચે અંતર રાખવા ગોળ કુંડાળા કર્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૫
કોરોના વાયરસના સંક્રમણને રોકવા દાહોદ વહીવટી તંત્ર દ્વારા અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આવા સમયે તકેદારીના પગલાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સૂચનો કરતા કરિયાણાની દુકાનો બહાર દુકાનદારો દ્વારા ભીડ જમાના થાય તે માટે દુકાનની બહાર ગોળ કુંડાળા કરી નંબર નાખી ગ્રાહકોને એકબીજાથી દૂર રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની થી બચવા પાલિકા તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના અનેક પગલા લેવાઈ રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે ખુલતી કરિયાણાની તેમજ મેડીકલની દુકાનો પર ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને આ સમયે કોરોના વાયરસના સંક્રમણની થી બચવા દાહોદ શહેરમાં દુકાનદારો દ્વારા દુકાનની બહાર ભીડ જામે તેની તકેદારી ને ધ્યાને રાખી ગોળ કુંડાળું કરી તેમાં નંબર નાખવામાં આવ્યા છે જેથી વારાફરતી તેમજ શાંતિપૂર્ણ રીતે ગ્રાહક દુકાનદાર પાસેથી ચીજવસ્તુઓ ખરીદી શકે તેમજ એકબીજાથી દૂર રહે તે માટે સ્વાસ્થ્ય અંગે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરની સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક કરિયાણાની દુકાનની બહાર આ જ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!