દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી:પોલીસ સ્ટાફ દ્વારા સમૂહમાં પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરાયું

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ દાહોદ 

દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાઈ.પોલીસ સ્ટાફ દ્વારા સમૂહમાં પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરાયું.૨૫ જાન્યુઆરીએ ચોથો શનિવાર હોવાથી શુક્રવારે ઉજવણી કરાઈ

દાહોદ તા.24

૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાય છે આ વર્ષે ૨૫ જાન્યુઆરીએ મહિ નો ચોથો શનિવાર અને જાહેર રજા હોવાથી ૨૪ જાન્યુઆરીએ કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી દાહોદ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞા લેવાઈ હતી.

Contents

       25 જાન્યુઆરી ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાઇ છે આ દિવસ ચૂંટણી પંચની સ્થાપના દિવસ છે ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા માટે ૨૫ જાન્યુઆરીએ ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ૨૫ જાન્યુઆરીએ મહિલા નો ચોથો શનિવાર અને જાહેર રજા હોવાથી ૨૪ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવા માટેની સુચના આપી હતી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ ની સૂચનાથી જિલ્લાના તમામ પોલીસ મથકો આઉટ પોસ્ટમાં સ્ટાફ દ્વારા કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી અને સમૂહમાં પ્રતિજ્ઞાપત્ર વાંચન કર્યું હતું સુખસર પોલીસ મથકમાં પીએસઆઇ એસ એન બારીયા સહિત સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞા લેવાઈ હતી.

Share This Article