જીગ્નેશ બારીઆ @ દાહોદ
પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની
નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી, આગામી તા. ૩૦, ૩૧ અને ૧ના રોજ રાજ્યની તમામ જિલ્લા પંચાયતો-મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે, વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ-દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે,રાજ્ય સરકારે કિશોરી-સગર્ભા માતા-ધાત્રી માતા-બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે, મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે, આંગણવાડી કાર્યકર- આશા વર્કર અને એએનએમ વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા
દાહોદ તા.23