Saturday, 23/11/2024
Dark Mode

ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ગેરરીતી આચરાઈ હોવાની બૂમો : કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરતા મામલો ગરમાયો

ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ગેરરીતી આચરાઈ હોવાની બૂમો : કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરતા મામલો ગરમાયો

નીલ ડોડીયાર @ દાહોદ

 રાજસ્થાન મધ્યપ્રદેશની સહહદે આવેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં ગેરરીતી આચરાઈ હોવાની વ્યાપક ફરિયાદો, કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ કરતા પંચાયત કચેરીમાં ખળભળાટ, સરકાર શ્રી દ્વારા ફાળવેલા કામોમાં નિયમોનું છેડેચોક ઉલ્લંઘન, કરેલ કામો અને સરકારી રેકોર્ડમાં કામો અંગે ઘણી વિસંગતતા હોવાની આશંકા, જયારે આ બાબતે સામાજિક સંગઠનો, તેમજ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરતા મામલો ગરમાયો, પંચાયત કચેરી દ્વારા આરટીઆઈ અંતર્ગત માહિતી આપ્યા બાદ સાચી હકીકત બહાર આવે તેમ છે.

દાહોદ તા.23

રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલું અને ઉગતા સૂર્યનો પ્રવેશદ્વાર અને આદિવાસી બાહુલ્ય ધરાવતો આદિવાસી પછાત જિલ્લો (ટ્રાયબલ બેલ્ટ )દાહોદ જિલ્લાના વતની છીએ.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં છેવાડાંના ગરીબ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને તે પણ વિકાસની મુખ્ય ધારા સાથે જોડાઈ સદા અગ્રેસર રહે તેવા ઉમદા હેતુથી વિવિધ યોજનાઓ થકી વિકાસના કર્યો કાજે ટ્રાયબલ વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.આદિવાસીઓનું જીવનધોરણ ઉંચુ આવે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે.રાજ્ય સરકારની આ સરાહનીય કામગીરીને કેટલાક અધિકારીઓ ફારસરૂપ બનાવી દે છે.અને છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરતા માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચતી નથી જેમાં કેટલાક સરકારી બાબુઓ આડખીલી રૂપ બને છે ત્યારે આવા અધિકારીઓમાં દાહોદ જિલ્લાના તાલુકાના અ.મ.ઈ. (અધિક મદદનીશ ઈંજનેર )તરીકે કાર્ય કરતા અધિકારીના કાર્યકાળમાં સરકારી કામોમાં ગેરરરીતી આચરાયો હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ઝાલોદ તાલુકા પંચાયતમાં અ.મ.ઈ.તરીકે ફરજ બજાવતા અધિકારીના કાર્યકાળમાં ગેરરીતી આચરાઈ છે કે કેમ? તે જાણવા માટે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી માંગી છે.ત્યારે સાથે તેમજ કેટલાક સામાજિક સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિઓએ પણ આ મામલે ઉચ્ચ કક્ષાએ સામુહિક રજૂઆત કરેલ હોવાનું સપાટી પર આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર તરફથી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી તિજોરીને ચૂનો ચોપડવાની વૃત્તિમાં જોતરાયેલા અધિકારીઓ ખુલ્લા પડી જાય તેમ છે. જોકે આ મામલે આરટીઆઈ દ્વારા માંગેલ માહિતી પુરી પાડવામાં આવશે તો તેમાં પણ સરકારી કામોમાં કેવી રીતે ગેરરીતી આચરવામાં આવી રહી છે તે સત્ય બહાર આવશે તેમાં કોઈ બે મત નથી.

error: Content is protected !!