Thursday, 21/11/2024
Dark Mode

બી.આર.જી.એફ.યોજના હેઠળ જુથ બોરવેલના કુલ ૭૦ કામોમાં એક મહિલા સહિત પાંચ જણાએ ષડયંત્ર રચી સરકારી તિજોરીને ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

બી.આર.જી.એફ.યોજના હેઠળ જુથ બોરવેલના કુલ ૭૦ કામોમાં એક મહિલા સહિત પાંચ જણાએ ષડયંત્ર રચી સરકારી તિજોરીને ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

બી.આર.જી.એફ.યોજના હેઠળ જુથ બોરવેલના કુલ ૭૦ કામોમાં તાલુકાના ૦૫ કામો વર્ક ઓર્ડરમાં એક મહિલા સહિત પાંચ જણાએ ષડયંત્ર રચી ખોટા દસ્તાવેજા ઉભા કરી બીલો બનાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો, દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સરકારી આલમમાં ખળભળાટ, 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બી.આર.જી.એફ.યોજના હેઠળ જુથ બોરવેલના કુલ ૭૦ કામોમાં તાલુકાના ૦૫ કામો વર્ક ઓર્ડરમાં એક મહિલા સહિત પાંચ જણાએ આગોતરૂ કાવતરૂ રચી, એકબીજાના મેળાપીપળામાં રૂ.૧,૬૬,૬૯૩ ના ખોટા દસ્તાવેજા ઉભા કરી બીલો બનાવી ભ્રષ્ટાચાર આચર્યાનું સામે આવતાં આ સંબંધે પાંચ જણા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જિલ્લાની સરકારી આલમમાં ખળભાળાટ મચી જવા પામ્યો છે.

કાન્તીભાઈ લક્ષ્મણભાઈ વરીયા (રહે.વાસણા, હડમતીયા સોદર્ય, ગાંધીનગર) દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નનુભાઈ હીરાભાઈ વાઘેલા (રહે.પાટણ), હિંમતભાઈ સોમાભાઈ પરમાર (રહે.શીલી હનુમાન ખડકી, તા.ઉમરેઠ, જી.આણંદ), કૌશિક વિનુભાઈ પટેલ (રહે.વડોદરા), સંદીપભાઈ રામજીભાઈ વણકર (રહે.વડોદરા) અને જે.સી.બી.બોરવેલના માલિક જ્યોત્સનાબેન બી.શાહ (રહે.વડોદરા) નાઓએ ગત તા.૦૪.૦૩.૨૦૧૪ ના રોજ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બી.આર.જી.એફ.યોજના હેઠળ સને ૨૦૧૩ – ૧૪માં જુથ બોરવેલના કુલ ૭૦  કામો કરવા માટે દાહોદ તાલુકાના ૦૫ કામો વર્ક ઓર્ડર મુજબ રૂ.૧૭,૩૭,૦૪૦ ની ચુકવણી કરેલ અને કામોની સ્થળ ચકાસણી કરતાં રૂ.૧૫,૭૦,૩૪૭ ના કામો થયેલ અને રૂ.૧,૬૬,૬૯૩ ના ખોટા દસ્તાવેજા ઉભા કરી, બીલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!