Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડને જોડતા અને રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલા રાહદારી માર્ગને પુન: ખોલવા પશ્ચિમ રેલવેના જી.એમને રજૂઆત કરતુ સંસ્કાર સોશ્યલ ગ્રુપ

દાહોદ રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડને જોડતા અને રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલા રાહદારી માર્ગને પુન: ખોલવા પશ્ચિમ રેલવેના જી.એમને રજૂઆત કરતુ સંસ્કાર સોશ્યલ ગ્રુપ

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.22

દાહોદ રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડને જોડતા અને રેલવે વિભાગ દ્વારા બંધ કરાયેલા રાહદારી માર્ગને પુન: ખોલવા પશ્ચિમ રેલવેના જી.એમને સંસ્કાર સોશ્યલ ગ્રુપ દ્વારા રજૂઆત કરાઈ હતી.જે બાદ જીએમ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાશન આપ્યાનું જાણવા મળેલ છે.

દાહોદ રેલ્વેસ્ટેશન પાસે રાજસ્થાન તેમજ મદયપ્રદેશની બોર્ડર તથા આસપાસ ગ્રામીણ વિસ્તાર આવેલ છે જેથી શહેરી વિસ્તાર ઉપરાંત આસપાસ ના લોકો ને બસ દ્વારા મુસાફરી કરવાની થતી હોય છે હાલ દાહોદ રેલ્વે સ્ટેશનની નજીક બસ સ્ટેન્ડ આવેલ છે પરંતુ રેલ્વે સ્ટેશન નજીક થી બસ સ્ટેન્ડ સુધી નો કોઈ સીધો રસ્તોના હોવાના કારણે બહારગામના  ગ્રામીણ વિસ્તારોના  લોકોને ખૂબ અગવડ પડે છે તેમજ રાત્રી દરમિયાન ખૂબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.તેમજ વધારે પડતું ભાડું ચૂકવી માત્ર પાંચ મિનિટ ના અંતરે આવેલ બસ સ્ટેન્ડ સુધી પહોંચવું પડે છે.
રેલવેતંત્ર દ્વારા થોડાક સમય પૂર્વે ઓવરબ્રિજથી બુસ્ટર પંપ સુધી રેલ્વે તંત્ર દ્વારા દીવાલ કરી રસ્તો બંધ કરવામાં આવેલ છે જે જગ્યા એક વર્ષો જૂનો પગદંડી રસ્તો દાહોદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ સાયકલ સ્ટેન્ડ નજીક થી માત્ર 300/400 મિટર ના અંતરે આવેલ હતો.તે રસ્તો થોડાક દિવસ પહેલા બંધ કરી દેવાયો છે.નગરપાલિકાના બૂસ્ટર પમ્પ સુધી એક નાનો રસ્તો કાઢવામાં આવેતો આજુ બાજુ ના ગ્રામીણ વિસ્તારના લોકોને ખૂબ સારી સગવડ થઈ જાય અને તેઓને મોટું ભાડું ચુકવવામાંથી છુટકારો મળી જાય તેમ છે આ કાર્ય કરી આપવા બાબતે આજ રોજ દાહોદ ની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાહેબને સંસ્કાર સોશ્યલ ગ્રુપ ના સદસ્યો દ્વારા લેખિત રજૂઆત કરાતાં આ મામલે ઘટતું કરવા જીએમ સાહેબે આશ્વાશન આપ્યું હતું

error: Content is protected !!