Saturday, 12/07/2025
Dark Mode

ચાર મુસાફરો “કોરોના વાયરસ”થી સંક્રમિત હોવાની શંકાએ જમ્મુતાવી એક્સપ્રેસમાં મુસાફરોનો હોબાળો: આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી બાદ મામલો થાળે પડતા ટ્રેન રવાના કરાઈ

ચાર મુસાફરો “કોરોના વાયરસ”થી સંક્રમિત હોવાની શંકાએ જમ્મુતાવી એક્સપ્રેસમાં મુસાફરોનો હોબાળો: આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી બાદ મામલો થાળે પડતા ટ્રેન રવાના કરાઈ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ રેલવે સ્ટેશન પર જમ્મુતાવી ટ્રેનમાં સવાર ચાર મુસાફરોના હાથ પર કોરોના સંક્રમિત સ્ટેમ્પ લાગેલો દેખાતા ટ્રેનમાં સવાર  અન્ય મુસાફરોએ જમ્મુતાવી એક્સપ્રેસમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો, આરપીએફ, જીઆરપી સહીત રેલવે વિભાગના કર્મચારીઓ તાબડતોડ દોડી આવ્યા, આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કર્યા બાદ મામલો થાળે પડ્યો,

દાહોદ તા.૧૯
દાહોદ રેલ્વે સ્ટેશન પર જમ્મુતાવી ટ્રેન આવતાં તેમા સવાર ચાર જેટલા મુસાફરો કોરોના વાઈરસથી સંદિગ્ધ મળતા તેમજ તેઓના હાથ ઉપર કોરોના વાઈરસથી પ્રભાવિત હોવાના સ્ટેમ્પ જોવાતા મુસાફરોમાં અફરા તફરી સહિત ઉહાપોહનો માહોલ જાવા મળ્યો હતો. આ બાબતની જાણ થતાં તંત્ર તાબડતોડ રેલ્વે મથકે પહોંચી હતી જ્યા આ પ્રવાસીઓનો સ્કેનીંગ કરવામાં આવ્યું હતુ પરંતુ તેઓ કોરોના વાયરસથી હવે પ્રભાવિત ન હોવાનું જણાતા મુસાફરોએ હાશકારો લીધો હતો. મળતી માહિતી પ્રમાણે આ મુસાફરો સારવાર લઈ અને સાજા થઈ પોતાના વતન ખાતે જતા હોવાનું જાણવા મળ્યું હતુ.
મળતી માહિતી પ્રમાણે આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશને પહોંચેલી જમ્મુ તાવી ટ્રેન પોતાના રાબેતા મુજબના સમયે પહોંચી હતી. ટ્રેન જેવી દાહોદ રેલ્વે સ્ટેશને પહોંચી અને તેમા સવાર પંજાબ ગુરુદાસપુર તરુણ સાલોચરા,સંદિપસિંગ,ઉત્તરાખંડ દેહરાદૂનના સ્વરાજય વર્મા,કપૂરથલા ફગવાડાના રવીન્દ્રસિંહ, ભગતસિંહ નગરના સન્ની કુમાર નામક વ્યક્તિઓ જે મુંબઈથી દીલ્હી જઈ રહ્યા હતા. આ મુસાફરોના હાથમાં કોરોના વાઈરસ શંકાસ્પદ હોવાના સ્ટેમ્પ લાગેલા હતા. મુસાફરોના હાથમાં આ સ્ટેમ્પ જાતા વેંત ટ્રેનમાં સવાર મુસાફરો સહિત દાહોદ રેલ્વે સ્ટેશના મુસાફરોમાં ગભરાટ સહિત દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતની જાણ લાગતા વળગતાં તંત્રને થતાં તેઓ પણ તાબડતોડ પહોંચી જઈ આ ચારેય મુસાફરોની સ્ક્રીનીંગ હાથ ધર્યું હતુ. પરંતુ આ મુસાફરોમાં કોરોના વાયરસના લક્ષ્ણો જોવા ન મળતાં તેઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યા અનુસાર, તેઓ સારવાર લઈ અને પરત પોતાના વતન જઈ રહ્યા હતા. ખબરો વાયુવેગે દાહોદ પંથકમાં પણ ફેલાતા સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ આખરે સઘળી હકીકત બહાર આવતાં લોકોએ હાશકારો લીધો હતો.

error: Content is protected !!