વિદેશી દારૂની હેરફેર કરવા નીકળેલી મોટરસાઇકલ સ્લીપ થતા દારૂનો જથ્થો રોડ પર વેરાયો, ચાલક પોલીસને ચકમો આપી ફરાર, અન્ય એકને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો,

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.16

દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારમાં મોટરસાઇકલ પર વિદેશી દારૂની હેરફેર કરવા નીકળેલા મોટરસાઇકલ અટકાવવા જતા પોલીસને મોટરસાઇકલ ભગાવવા જતા મોટરસાઇકલ સ્લીપ થતા વિદેશી દારૂનો જથ્થો રોડ પર વેરાઈ ગયો હતો જયારે મોટરસાઇકલ ચાલક પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો.જયારે બાઇક પર પાછળ બેઠેલા વ્યક્તિને ભારતીય બનાવટને હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.  

દાહોદ શહેર સહિત જિલ્લામાં ચોરી, ધાડ, લૂંટ, તેમજ વિદેશીદારૂની બદી વધવા પામી છે ત્યારે પોલીસ તંત્રે પણ વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા કમર કસી છે.ત્યારે શહેર પોલીસના જવાનો આજરોજ સાંજના 8 વાગ્યાના અરસામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે અરસામાં શહેરના ઠક્કર ફળીયા બિસ્મિલ્લાહ બેકરી નજીકથી મોટર સાઇકલ પર વિદેશી દારૂની હેરફેર કરવા નીકળેલા બે વ્યક્તિઓને પોલીસે અટકાવતા પોલીસ ને જોઈ દારૂ ભરેલી મોટર સાઇકલ દોડાવવા જતા ચાલકે મોટરસાઇકલ નું  સંતુલન ગુમાવતા મોટરસાઈકલ પર થેલાઓમાં લાદેલો ભારતીય બનાવટનો રોયલ ચેલેન્જ વહીસ્કીના કવાટરીયા, હેવર્ડ 5000 ની બીયરના ટીન તેમજ ચાલુ ક્વાટરિયા સહિતનો હજારો રૂપિયાનું  વિદેશી દારૂનો જથ્થો રોડ પર ઢોલાઈ જતા લોકોના ટોળાં ભેગા થઇ હતા. જોકે મોટરસાઇકલ ચાલક પોલીસને ચકમો આપી ભાગી છૂટવાંમાં સફળ રહ્યો હતો ત્યારે દાહોદ શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી હજારો રૂપિયાનો વિદેશીદારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article