લીમડી પંથકમાં હડકાયેલા કુતરાનો આતંક: 23 જેટલાં લોકોને બચકું ભરી લોહીલુહાણ કરતા લોકોમાં ભયનો માહોલ

Editor Dahod Live
1 Min Read

દીપેશ દોશી @ દાહોદ 

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં હડકાયેલા કૂતરાએ એક જ દિવસમાં 23 જેટલાં લોકોને બચકું ભરી લોહીલુહાણ કરતા નાના ખોબલા જેવા લીમડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોકે કુતરાએ રસ્તે ચાલતા રાહદારીઓને બચકું ભરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના નગરમાં આજરોજ હાડકાયેલા કૂતરાએ આતંક મચાવ્યું છે.આ હડકાયેલા કૂતરાએ સવારથી સાંજ પડતા પડતા તો નાના થી માડી મોટા સુધી કુલ 23 જણાને બચકું ભરી લોહીલુહાણ કરી નાખ્યાનું સપાટી પર આવ્યું છે.જોકે તમામ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર એ આ હડકાયેલા કુતરાને ઝડપી પાડવા મથામણ કરતા નજરે પડ્યા હતા. હાલ આ હાડકાયેલો કૂતરો હાલ જીવતો હોવાથી કુતરા દ્વારા બચકા ભરવાના બનાવોમાં વધારો થશે તેમાં કોઈ બેમત નથી.

Share This Article