Thursday, 21/11/2024
Dark Mode

CAAના સમર્થનમાં જનજાગરણ સંદર્ભે દાહોદમાં વિશાળ જન સમર્થન રેલી યોજાઇ

CAAના સમર્થનમાં જનજાગરણ સંદર્ભે દાહોદમાં વિશાળ જન સમર્થન રેલી યોજાઇ

 જીગ્નેશ બારીયા/દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.16

દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન અને વિરોધના માહોલ વચ્ચે ભાજપ શાસિત ગુજરાતમાં CAAના સમર્થનમાં જનજાગરણ સંદર્ભે જન સમર્થન રેલી યોજાઇ હતી સોમવારના રોજ દાહોદ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડથી જન સંભોધન કર્યા બાદ દાહોદ શહેરના માર્ગો ઉપર હાથમા  તિરંગા સાથે રેલી યોજવામાં આવી હતી.

દાહોદમાં સોમવારના રોજ નાગરિક એકતા મંચના ઉપક્રમે જનજાગરણ બાદ જન સમર્થન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યસભ્ય શૈલેષ ભાભોર ધારાસભ્ય રમેશ કટારા  સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ જન સમર્થન રેલીમાં હાજર રહયાં હતાં. છાપરી રોડ ઉપર પાસે આવેલ નવજીવન આર્ટસ કોલેજના મેદાન ખાતે સવારે 10 વાગ્યાથી એક જનજાગરણ સંદર્ભે સભા કરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારના ઉપસ્તિથ લોકોને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે સમજ આપવામાં આવી હતી કે આ કાયદો 1955 થી લાગુ કરવામાં આવ્યો છે તેમાં પાછલી સરકારોએ પણ આ એક્ટમાં સુધારા કર્યા છે અને આજના સમયમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહએ કર્યો તેમાં કશુજ ખોટું નથી અને આ સુધારા કાયદાથી ત્રણ દેશોના લઘુમતી સમાજના લોકોને ભારતની નાગકરીકતા આપવા માટે છે નાકે કોઈની નાગરિકતા લેવા માટે અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન મોદી સાહેબે પૂર્ણ કર્યું છે તેથી આ કાયદાનો વિરોધ ના થવો જોઈએ અને આપણે આનું સમર્થન કરવું જોઈએ તેવી ઉપસ્તિથ લોકોને માહિતી આપ્યા બાદ કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી જન સમર્થન તિરંગા રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જન સમર્થન તિરંગા રેલી કોલેજ ખાતેથી નીકળી આઈટીઆઈ ઝાલોદ ઓવરબ્રિજ થઈને બસ સ્ટેશન સ્વામીવિવેકાન્દ ચોક, ચાર થાંભલા  ભરપોડા સર્કલ થઈને વિશ્રામ ગ્રુહ પાસે પહોંચી હતી અને ત્યાં જન સમર્થન તિરંગા યાત્રાનું સમાપન કરાયું હતું.ત્યારે કોલેજના મેદાન ઉપર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે દાહોદમાં હિંદુ, મુસ્લિમ, શીખ ઇસાઇ, ખ્રિસ્તી સહિત તમામ સમાજના લોકો CAAના સમર્થનમાં આવ્યા છે. CAA કાયદાને લઈને મુસ્લિમ સમાજમાં અને ખોટા આદિવાસી પ્રમાણપત્રોને લઈને આદિવાસી સમાજમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે અને આ CAA ના કાયદાને લઈ કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી છે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

error: Content is protected !!