આદિજાતિના પ્રમાણપત્રોના વિરોધમાં સંજેલી આદિવાસી પરિવારે ફતેપુરા-બારીયાના ધારાસભ્યો વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળા બાળ્યા

Editor Dahod Live
1 Min Read

  કપિલ સાધુ @સંજેલી   

સંજેલી તા.16

રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ, અને રબારી સમાજને આદિજાતીના પ્રમાણ પત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે અને રાજ્ય સરકારના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિના પ્રમાણપત્રો રદ્દ કરવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બૈઠા છે.ત્યારે આજરોજ
રબારી,ચારણ, ભરવાડ મુદ્દે સમર્થન ન આપવા બદલ ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ દે.બારીઆ ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનું આદિવાસી પરિવાર સંજેલી દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સંજેલીના આદિવાસી પરિવાર દ્વારા જે નેતાઓ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં સાચા આદિવાસી બચાવ સમિતિના સમર્થન આપવા ગયા નથી તેવા નેતા જે સમાજના નામ પર કલંક છે તે આદિવાસી ઓની કોઈ પણ મદદ કરવા લાયક રહ્યા નથી તેમને આજ રોજ 17.02.2020 ના રોજ ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દે.બારીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.અને તેમને જાહેર ચેતવણી છે કે આવનાર સમયમાં જો આદિવાસી સમાજને પડખે ઉભા નહીં રહે તો અમે આદિવાસીઓ 26.02.2020 ના રોજ વિધાનસભા ઘેરાવ કરીશુ અને ભારત બંધ એલાન કરીશુ તેમ જણાવ્યું હતું.

Share This Article